________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
પુતે અને માવલાઓના સ્વભાવમાં ફેર હતું. બન્નેને પર્વતની સહાય હતી, પરતુ આત્મશક્તિ અને વ્યવસ્થામાં ન્યૂનાધિકતા હતી એમ સહેજે અવબેથાય છે. દ્રવ્યક્ષેત્ર કાલભાવે પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણા અને શિવાજીના ચરિત્ર ત્રને મુકાબલે કરે અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથુરાજ ચૌહાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે રાજયસ્થિતિની સંરક્ષાને દીર્ધદષ્ટિથી વિચાર કર્યો હતો તે તે ગુજરાત રાજા વગેરે રાજાઓની સાથે યુદ્ધ કરીને નકામો આત્મવીર્યને દુરૂપયેગ કરત નહિ. ગમે તેમ કરીને તેણે અફઘાનીસ્થાન તરફથી આવતી સ્વારીઓ અટકાવવાના પ્રયત્ન કરવા જોઈતા હતા, પણ તે કરી શક્યું નહિ. ગુર્જર દેશ ભૂપતિ ભીમ, અર્બુદગિરિ રાજા, માલવ દેશ ભૂપતિ અને દિલ્હીભૂપતિએ તત્સમયે દેશકાલાનુસારે યથાયોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ધદષ્ટિથી વિચારી ઐક્ય સાંધ્યું નહિ અને ઉલટું તેઓ પરસ્પર યુદ્ધ કરી નિર્બલ બની ગયા, તેથી તેઓ ભવિથની આર્યસંતતિની પ્રગતિ કરી શક્યા નહિ એ તેમનામાં દેશકાલાનુસારે બુદ્ધિ, વૈભવ અને હૃદયની ઉચ્ચતાની તથા ક્ષત્રિય કર્મવર્તનની ખામી કથી શકાય. પૃથુરાજ ચૌહાણ, જયચંદ્ર અને ગુર્જરોધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરાવડે ઐક્ય સાંધી ભારતની રક્ષાપ્રગતિ કરવા પ્રયત્ન કર્યો હોત અને પરસ્પરના વાંધાઓ ચૂકવવા માટે એક હેગની કોન્ફરન્સ જેવી સમિતિ નીમી હોત તે તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા, કળા કૌશલ્ય વગેરે સર્વ રક્ષણ કરી શકત. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિને ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાર્ય છે. એમાં જે વિજ્યવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકારે વિજયવંત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્ર કાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલ્લાઉદ્દીને આર્ય રાજાઓ પર સ્વારીઓ કરવામાં સ્વસિન્યશક્તિ અને શત્રુપક્ષમાં આન્તરકલહ અને પરસ્પરની ઈર્ષ્યાથી પરસ્પરને નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુદ્ધો આરં
For Private And Personal Use Only