________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
સંરક્ષકદષ્ટિએ કર્તવ્ય કર્મો કરવા. ગુરૂગમપૂર્વક કર્તવ્યકર્મોનું શિક્ષણ મેળવવું જોઈએ. આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવીને સર્વત્ર બ્રહ્મભાવના પૂર્વક સાક્ષીભૂત થઈને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નામરૂપના મોહ વિના અને તેમજ ફલની આશા રાખ્યા વિના સર્વ સ્વાર્પણુ વેગથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પરોપગ્રહો વાનામ્ છને પરસ્પર ઉપગ્રહ છે અર્થાત ઉપકાર છે તેથી ઉપકાર વાળવાની ફરજ દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ, અનેક પ્રક્ષરની વિપત્તિથી આત્માની પધજ્ઞાનદશા કરવા માટે અને આત્મગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સ્વમાં ઉરચવ અને પરમાં નીચને ભેદ દેખ્યા વિના સર્વ જીવોની સાથે અભેદભાવનાએ રિસાઈને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પ્રભુના પર પરિપૂર્ણ શ્રદ્ધા રાખીને અને કર્તવ્યકર્મમાં આત્મવિશ્વાસ રાખીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ભારત વગેરે દેશોના લોકોનું કલ્યાણ થાય છે અને સર્વ લેકોના કલ્યાણમાં પિતાનું કલ્યાણ છે એવું અવધીને તથા મનુષ્ય જીવન યાત્રાની સફલતા થાય એવા માઓંમાં વહેવા માટે આવશ્યક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ઉત્સર્ગ ધર્મ અને અપવાદ ધર્મ યાને આપત્તિ ધર્મનું પરિપૂર્ણ જ્ઞાન મેળવીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. અહંમમત્વવૃત્તિ રાખ્યા વિના આત્મસ્વરૂપમાં લીન થઈ કર્તવ્ય કર્મો કરવા જોઈએ. પ્રત્યેક કર્મ કરતાં આત્માનંદમાં મસ્ત થવું જોઈએ અને પ્રમાદેને પરિહરવા જોઈએ. રાગદષમાં મુંઝાયા વિના અને પ્રતિદિન શુદ્ધ રાગમાં વિશેષતઃ રંગાઇને ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નિર્ભય, અખેદ અને અદેષ ભાવ ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્યભ્રષ્ટ થયા વિના કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સર્વ ધર્મોનાં સત્યતાને ગ્રહણ કરીને તથા ધર્મ વિચારાચાર સંબંધી મત સહિષ્ણુતા તથા વિશાલ બુદ્ધિ ધારણ કરીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. શુદ્ધ બુદ્ધિથી કર્તવ્ય કર્મો કરવામાં આત્માની બાહ્ય પ્રસંગોમાં સદેષતા છતાં વસ્તુતઃ નિર્દોષતા રહે છે માટે શુદ્ધ બુદ્ધિના ઈરાદાથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સંપ્રતિ જમાનાને અનુસારે કર્તવ્ય કર્મોનાં પરિવર્તનના સંસ્કારે વગેરેનું જ્ઞાન મેળવીને પ્રાચીન અને અર્વાચીન સુધારણુઓની સત્યતાનું જ્ઞાન કરી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ઈત્યાદિ અનેક વિષયોને કમગના વિવેચનમાં સારી રીતે દેશકાળાદિની અપેક્ષાએ ચર્ચા છે.
કર્મયોગ ગ્રન્થમાં સળંગ એકજ કમૅગને આગારિક એકજ સરખે વિષય હોવાથી અને તેમાં ભિન્ન ભિન્ન વિષય ન હોવાથી અધ્યાય વગેરેની સંકલના કરવામાં આવી નથી. કર્મયોગીના ગુણ મેળવવા અને નિરાસક્તિ
For Private And Personal Use Only