________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨ અહંમમત્વની કલ્પનાને ભૂલી બાહ્યકર્તવ્ય કાર્યોને અધિકાર ફરજે કરવાં; પરતુ અન્તના પરિણામમાં કતૃત્વના અધ્યાસે લાવવા ન દેવા એજ કર્મચગીના આત્માની ખૂબી છે. કેઈ એમ કહેશે કે કર્તવાહંવૃત્તિને ત્યાગ કરીને કોઈ પણ કાર્ય કરી શકાય નહિ. આવી માન્યતા ભ્રાન્તિ મૂલક છે, કારણકે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી અનહંવૃત્તિથી કર્તવ્યકાર્યો કરી શકાય છે એમ જ્ઞાનગી એવા કર્મયેગીઓને અનુભવ આવે છે. અએવ અનહંવૃત્તિથી કર્તવ્યકાર્યો કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનીએ કર્તવ્યકર્મો કરે છે, છતાં તેઓને કતૃત્વાધ્યાસ મન્દ પડતે પડતે છેવટે સર્વથા નિર્દૂલ થાય છે. કર્તવાહંવૃત્તિથી આવશ્યકકર્તવ્ય કાર્યો કરતાં અને સર્વ ફરજો અદા કરતાં અનેક પ્રકારના રાગદ્વેષથી હૃદયને આઘાત થાય છે અને તેથી હૃદયાઘાતથી અનેકરે અને આત્માની શક્તિની ન્યૂનતા પ્રારંભાય છે અને તેની સાથે આયુષ્યનો પણ જલ્દીથી નાશ થાય છે. અએવ નિરહંવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ કે જેથી હૃદયપર રાગદ્વેષને આઘાત ન થાય અને આત્માની શક્તિની ન્યૂ નતા ન થાય. પિતાના આત્મામાં અન્ય મનુષ્ય કરતાં અનેક શક્તિ વિશેષ પ્રમાણમાં ખીલી હોય અને તેને સ્વાત્માને તથા વિશ્વને અનુભવ થતો હોય, તેમજ આત્મશક્તિ વડે અનેક સ્વાધિકાગ્ય કર્તવ્યકાર્યોને કરી શકાતાં હોય તો પણ તે તે શક્તિની કતૃત્વાહંવૃત્તિ કરવી તે કઈ પણ રીતે યોગ્ય નથી અને તેથી કોઈ પણ જાતને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. આત્માવડે જે જે કંઈ કરાય તે સ્વધર્મ છે તે તેમાં કતૃત્વાભિમાનની વૃત્તિને ધારણ કરવાની કોઈ પણ રીત્યા જરૂર નથી. જે કંઈ સ્વથી વા પરથી જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે થાય છે તે સ્વભાવરૂપ મુદ્રતના નિયમને અનુસરી થાય છે, તેમાં મેં આ કર્યું એમ માની અહંવૃત્તિના તાબે થઈ પ્રગતિમાર્ગથી કેમ ભ્રષ્ટ થવું જોઈએ ? અલબત્ ભ્રષ્ટ ન થવું જોઈએ. કઈ પણ કાર્ય કઈ પણ મનુષ્ય સ્વાધિકારે કરે છે તેમાં અનેક વસ્તુઓને કર્તાપણું અને સાપેક્ષટષ્ટિએ સાહાટ્યત્વ સંઘટે છે. દષ્ટાન્ત તરીકે એક કુંભારે ઘટ બનાવ્યું તેમાં પ્રથમ તે ઘટનું ઉપાદાન કારણ મૃત્તિકા છે. કુંભાર
For Private And Personal Use Only