________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૭
વાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધર્મપ્રવૃત્તિથી અલ્પદોષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મપ્રવૃત્તિને સેવવા લક્ષ્ય દેવું જોઈએ. જે જે પ્રવૃત્તિથી ભૂતકાલમાં ત્યાગીઓને અને ગૃહસ્થને અલ્પદોષ અને મહાલાભ થયું હોય પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધર્મપ્રવૃત્તિથી અલ્પદોષ અને મહાલાભ વસ્તુતઃ વર્તમાનમાં ન થત હોય અને ભવિષ્યમાં ન થવાને હેય તેમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભપ્રદદષ્ટિએ સુધારે વધારે કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની આચારેની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તેમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભની દષ્ટિએ ખરેખર શ્રીઆચાર્યોએ કરેલા છે એમ અવબોધવું. ઝેલીનું ધારણ કરવું, રજોહરણમાં દાંડી રાખવી, રજોહરણના પટ્ટામાં ચઉદ સ્વમ વા અષ્ટમંગલિક રાખવાં, તરપણીઓ રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વસ્ત્રો ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા, ચિલ પટ્ટક ધારણ કરવામાં પૂર્વ કરતાં કંઈ નવ્યપ્રવૃત્તિ વગેરે ધર્મસામાચારી પ્રવૃત્તિમાં સુધારાવધારે ખરેખર પૂર્વાચાર્યોએ કરેલ છે, તેમાં અપષ અને મહાલાભની દષ્ટિએ તે તે સર્વને વિચાર કર. શ્રીતીર્થંકરની પશ્ચાત્ જે જે સુવિહિત ધર્માચાર્યો વર્તમાનમાં અલ્પદેશ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પષ મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારાવધારે કરે તે તીર્થકરની આજ્ઞાવત્ તે તે ધર્મપ્રવૃત્તિને માન આપી તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ભૂતકાળમાં જે જે દેશમાં જે જે રાજ્યના કાયદાઓ હોય પરંતુ વર્તમાનમાં તેમાં સુધારવધારે કરવાની જરૂર પડે છે અને અલ્પષ અને મહાલાભની દષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમાં અપષ અને મહાલાભને દેખવામાં આવે છે તે પ્રમાણે ધર્મ સામ્રાજ્ય શાસન પ્રવૃત્તિએમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભ દ્રષ્ટિએ ભૂતકાળની શાસન પ્રવૃત્તિમાં સુધારે વધારે કરવામાં આવે છે અને તત્વવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધર્મપ્રવૃત્તિને પણ
For Private And Personal Use Only