________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ર
ટાવવાને માટે તે અંતરમાં ખાસ શુદ્વેષયાગ ધારણ કરવાની જરૂર છે. શરીરમાં વ્યાપી રહેલા પરમાત્માની ખાસ શોધ કરવી જોઇએ. જ્યાંસુધી આત્મામાં ઉપાદન કારણનો આવિર્ભાવ થયા નથી ત્યાંસુધી નિમિત્તે કારણે ઉત્તમોત્તમ મળે તો પણ આત્માભિમુખ થઈ શકાય નહિ. આત્માની પરમાત્મતા સાધ્ય કરવાને ઉપાદાન કારણ રૂચિ ઉત્પન્ન થયા બાદ નિમિત્ત કારણા ખરેખર સવળાં પરિણમે છે અને તેથી નિમિત્ત કારણની સફળતા ગણાય છે. જે આત્માથી જીવ હોય છે તે પાતાના આત્માની શુદ્ધિ થાય એવાં નિમિત્તાને સ્વયંમેવ આચરે છે. જીવાને પિર ગુત્તિ ભેદે અનેક પ્રકારના નિમિત્તો હોય છે. કોઇ ને કોઇ નિમિત્ત કારણ ઉપકારી થાય છે અને ફાઇને કોઇ નિમિત્ત ઉપકારી થાય છે. સર્વને એકજ કારણ નિમિત્ત ઉપકારી થાય એવા એકાંતિક નિયમ નથી તેથી નિમિત્ત કારણ ભેદે પરસ્પર સાધકોએ કલેશ કરીને આત્મવીર્યના પરસ્પર હાનિ કરવામાં ઉપયોગ કરવા નહિ. નિમિત્ત સાધન ભેઅે સાધ્યની સિદ્ધિમાં અવિરાધ આવતા હોય તે પરમાત્માની પ્રાપ્તિમાં સાધકાએ સાધન ભેદે કલેશ ન કરવા જોઇએ. આત્મ કલ્યાણમાં જેમ આગળ વધાય તેમ ઉપયાગ રાખીને પ્રવર્તવું જોઇએ. જે મહાત્માએ પરમાત્માની પ્રાપ્તિ પ્રતિ ખાસ ઉપયાગ ધારણ કરે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મતા પ્રકટાવવાને માટે અંતમાં ઉપયોગ ધારવાથી અને વ્યવહારથી અધિકાર દશા પ્રમાણે વર્તવાથી વિશ્વપ્રતિની સ્વફ્રજને પણ સાધી શકાય છે. આત્મારૂપ પરમાત્માને શરીરમાં શોધવા જોઇએ. જે પરમતત્વ ચૈતન્યરૂપ ભાસે છે તે શરીરમાં વ્યાપીને રહેલ છે. મહાત્માઓએ આત્મારૂપ દેવના સાક્ષાત્કાર કરવાને અનેક સ્થળોએ શોધ કરી પરંતુ કોઇ સ્થાને તેને સાક્ષાત્કાર થયે નહિ. તેનું કારણ એ છે કે જ્યાં આત્મારૂપ દેવ હાય નહિ એવા જડ પદાથામાં શેાધ કરવાથી ચેતન તત્ત્વ કયાંથી મળી શકે ? આત્મા જ્યાં રહ્યા હોય ત્યાંજ ધ્યાન લગાવીને તેની શોધ કરી સાક્ષાત્કાર કરવા જોઇએ. આત્માને સાક્ષાત્કાર થતાં આત્માસ્વયં પરમાત્મ યાતિ વડે પ્રકાશિત થાય છે. અન્નમનુષ્ય આત્મારૂપ પરમાત્મ દેવને જડ વસ્તુઓમાં શોધે છે પરંતુ તેથી તેએ મૃગજલ તૃષ્ણાની
For Private And Personal Use Only