________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
ગુરૂને નહિ વાંદવા નહિ એવી તેણે માન પરિણતિ ન સેવવી જોઇએ. ગુરૂ અને શિષ્ય એ બન્નેએ સ્વસ્વાધિકાર પ્રમાણે વર્તવું જોઇએ. પરંતુ માન પરિણિત ન સેવવી જોઈ એ. પેાતાને માન અર્થાત્ અહંકાર પરિણિત ઉત્પન્ન થાય છે કેમ તે તેના વિચાર કરવાથી સમજાય છે. દિ માન પરિણતિ જણાતી હાય તા તેને શમાવવી અને યદ્ઘિ માન પરિતિ ન થઈ હોય અને સ્વકર્તવ્યાધિકારપ્રવૃત્તિને કોઈ અહંકારાર્થે કથે તે તેથી કર્તવ્યકાર્યની પ્રજને અદા કરવાથી ભ્રષ્ટ થવું નહિ તથા લોકસંજ્ઞાની ભીતિ રાખવી નહિ. ભીતિ એ વસ્તુતઃ આત્માને ધર્મ નથી. મનની કલ્પનાથી ભીતિ ઉદ્ભવે છે. ક્રોધ, માન, માયા અને લાભની પરિણતિ પોતાનામાં પ્રકટી છે કે નહિં તેને વિવેકપૂર્વક વિચાર કરવાથી મહુબલીએ જેમ પોતાને માન છે એમ નિધાર્યું તેમ સ્વયં તેના નિર્ધાર કરી શકાય છે. ક્રોધાદિક પરિણતિને સમાવવાને કર્તવ્ય ક્રુજ અને આત્માની શુદ્ધતાનું સાધ્ય બિન્દુ એ બે ખાખતનો ઉપયોગ ધારણ કરવાથી ગમે તેવા પ્રસંગે ગમે તેવાં કાર્ય પ્રસંગમાં મગજની સમાનતા રૂપસમાધિ સેવી શકાય છે. વિશ્વમાં કપ૮ પરિણામને સેવ્યા વિના પોતાની ફરજ અદા કરવાને અને ઉપાચાને સાધવાની પૂર્વક સેવાની જરૂર છે પરંતુ હૃદયમાં કપટના પરિણામને પ્રકટાવવાની યતકિચિત્ પણ જરૂર નથી. શ્રીપાલ રાજા અને ધવળ શેઠનું દષ્ટાંત ખરેખર હૃદય આગળ ખડું કરીને વિચારવામાં આવે તો તેથી કપટપરિણામ સેવ્યાની કંઇ પણ જરૂર જણાશે નહિ. ધવળ શેઠ કપટ પરિણામ સેવીને કંઇ પણ કાર્ય સિદ્ધિ કરી શક્યા નહિ અને શ્રીપાળ રાજા પોતાની કર્તવ્ય ક્રુને અદા કરી સ્વેષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. કુદરતના એવા નિયમ છે કે કપટ ત્યાં ચપટ થયાવિના રહેતું નથી. અતએવ કપટ પરિણામ સેવ્યા વિના સ્વકર્તવ્યનિષ્ટ થવું જોઈએ. “આ વિશ્વમાં બાહ્યજીવને જીવવાની શી જરૂર છે અને વસ્તુત: કઈ રીતિએ” એના સંપૂર્ણ વિચાર કરવાથી નકામા લાભના પણિામ કર્યાવિના સ્વવાધિકાર પ્રમાણે જે જે કાર્યાં કરવાની ક્ છે અને જે જે દશામાં પેાતાના મસ્તકે જે જે જો આવી પડે છે તેને તે તે દશામાં સિદ્ધ કરી શકાય છે. બાહ્ય જીવનને ઉપયેગી
For Private And Personal Use Only