________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨ નિયમો અને શારીરિક વ્યાયામથી વીર્યની રક્ષા કરવાની ખાસ જરૂર છે. શારીરિક વીર્યની રક્ષા કરવાથી ધર્મગમાં પ્રવેશ કરી શકાય છે. શારીરિક વીર્યની રક્ષાર્થે ગૃહર માટે બ્રહ્મચર્ય રક્ષકગુરૂકુલે સ્થાપવાની જરૂર છે. ત્યાગીઓએ નિયમિત ખાનપાનથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આત્મિક જ્ઞાનાદિ શક્તિ ખીલવવા પ્રયત્ન કરે જોઈએ. કામની ઈચ્છાઓને દબાયા સિવાય શારીરિક વીર્યની રક્ષા થઈ શકતી નથી. કામવૃત્તિના જોશને દબાવ્યાથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આરેગ્યતાની અભિવૃદ્ધિ કરી શકાય છે. જ્યારે રૂપ-રસ-શબ્દ સ્પર્શમાંથી સુખ બુદ્ધિ અને ઈષ્ટબુદ્ધિની વાસના ટળે છે ત્યારે રૂપ-શબ્દ વગેરેના પ્રસંગમાં આવતાં માનસિક વિકાર પ્રકટ નથી. સ્ત્રીઓ ખરેખર પુરૂષના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે અને પુરૂષે ખરેખર સ્ત્રીઓના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે. સ્ત્રીઓ અને પુરૂષના રૂપમાં વસ્તુતઃ કશે સાર નથી એ વિવેક કરવાથી સ્ત્રીઓ અને પુરૂષે કામવૃત્તિના ઉછાળાને દબાવીને બ્રહ્મચર્યનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુતઃ રૂપ ગમે તેવું સુંદર મનાયું હોય તે પણ તેમાં સુખ નથી. કારણ કે જેના શરીરમાં સુંદરરૂપ દેખાય છે તે મનુષ્ય પણ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ બંધાય છે ત્યારે તેમાં સુખની વાસના જાગ્રત થાય છે. કોઈને કૃષ્ણ રૂપ ગમે છે અને કેઈને રક્તરૂપ ગમે છે. તથા કોઈને વેતરૂપ ગમે છે પણ એક સરખું રૂપ વા એકસરખે સ્પર્શ વા રસ વા શબ્દ વા ગંધ કોઈને ગમતું નથી. તેથી વસ્તુતઃ એમ સિદ્ધ થાય છે કે ભક્તિક પદાર્થોમાં જે જે રૂપાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણી મનની કલ્પ નાથી સ્વયં ઠગાવાનો વખત પ્રાપ્ત થાય છે. જે રૂપ-રસ અને ગંધાદિમાં રૂચિ થાય છે તે જ રૂપ-રસ–ગંધ અને સ્પર્શમાં અમુક વખત પશ્ચાત્ રૂચિ થતી નથી પરંતુ ઉલટી અરૂચિ થાય છે. જે તે રૂપ રસાદિક સદાને માટે સુખના હેતુઓ હેત તે પશ્ચાત્ તે દુઃખના હેતુઓ થાત નહિ પણ તેઓ પશ્ચાત્ દુઃખના હેતુઓ થાય છે. બાહ્ય રૂપ-રસ
For Private And Personal Use Only