________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
બીજ મૂકતે જાય છે અને તેની પરંપરા પ્રવર્યા કરે છે. અતએ કામના એક સંક૯૫માત્રને પણ મનમાં સ્થાન ન આપવું એ ચેચ છે. એક વખત જે મનમાં કામનો વિકાર પ્રકટ તે તેની પરંપરા થતાં પશ્ચાતુ તેનો નાશ કરવા મુશ્કેલ થઈ પડે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને ભોગ કરવાની જે ઈચ્છા તેજ કામવિકાર છે અને તે કામવિકારથી બ્રહ્મચર્ય કે જે વસ્તુતઃ આત્માની સમયશીલ પરિPતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચર્ય છે, અને બાહ્ય વિષમાં રાગદ્રષવિના આત્મજ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે. સમ્યજ્ઞાનપૂર્વક આત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરતાં જ્યારે સહજ સુખની ખુમારી પ્રકટે છે ત્યારે કામભેગની તુચ્છતા અને ક્ષણિકતાને ખરેખર ખ્યાલ આવે છે. બ્રહ્મચર્યના ગુણોને અનુભવ આવ્યા વિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને બ્રહ્મચર્યની મહત્તા અવબોધ્યા વિના કામભોગથી નિવૃત્ત થવાતું નથી. કામગની વાસનાઓને રવમામાં પણ ચિતાર ખડે ન થાય એવી દશા થયા વિના આત્મસમાધિસુખને રવાદ વેદા નથી. કામ ત્યાંસુધી મનપર સત્તા ચલાવી શકે છે કે જ્યાં સુધી કામની અસારતાને અનુભવ અને ઇંદ્રિયાતીત સુખને અનુભવ થયું નથી. કામના વિકારને જીત્યા વિના પુરૂષાર્થ ગણી શકાતું નથી અને પુરૂષાર્થવિના પુરૂષત્વ કયાંથી હોઈ શકે તે વિચારવા જેવું છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકાસ પર જય મેળવે એ સર્વ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કર્યું છે તે કામના વિકલ્પ સંકલ્પને નાશ કરવા સમર્થ થાય છે. આત્મજ્ઞાની કામના વિચારેને દબાવવાના ઉપાચે જાણી શકે છે. નિકાચિત પ્રારબ્ધ કર્મ કે જે અવશ્યમેવ ભોગવ્યા વિના છૂટકે થતું નથી તેવું કર્મ ઉદયમાં આવે છે ત્યારે તે આત્મજ્ઞાની સમભાવે તે કર્મને ભેગવે છે તેથી તે કર્મની નિર્ભર કરે છે, અને સમભાવવડે આત્માને ભાવી નવીન કર્મ ગ્રહને નથી. કામવિષયનિકાચિત ભેગાવલી કર્મ કયા જીવને છે અને કયા
For Private And Personal Use Only