________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયની અપેક્ષાએ આત્મધર્મમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી તેજ ક્ષણે પ્રવર્તે છે પણ તેઓ આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યવહારિક તથા ધાર્મિક કાર્ય કરે છે તેથી નિબંધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીઓ અભ્યાસના બળવડે રહી શકે છે. અભ્યાસવડે કર્યું કાર્ય સિદ્ધ થતું નથી. અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર કાર્ય કરતાં છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણ કરીને ઉપગમાં રહે છે તેથી તેઓને આપત્તિકાલાદિયેગે પાપકર્મપ્રવૃત્તિમાં પ્રવર્તતાં છતાં પરિણામે પાપ લાગતું નથી. એકવાર આત્મજ્ઞાનરૂપ સૂર્યને હૃદયમાં પ્રકાશ થશે તે પશ્ચાત્ પાપરૂપે અંધકાર રહી શકતો. નથી. આત્મજ્ઞાનીઓ જે જે કાર્યો કરે છે તેમાં હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તે પણ નિશ્ચયથી અંતરંગ પરિણામે ન્યારા હેવાથી આસક્તિ વિના ઉશ્ચરાએલા હું તું એવા શબ્દોથી તેઓ બંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કંઈ પ્રારબ્ધાદિક કર્મ એકદમ બળી ભસ્મીભૂત થઈ જતાં નથી. પ્રારબ્ધયેગે શાતા અને અશાતા વગેરેને ભેગવવાં પડે છે. પ્રારબ્ધ કર્મ અર્થાત્ વિપાકેદયકર્મવડે પ્રાપ્ત થએલી પુણ્યપાપની ઉપાધિ ભોગવવી પડે છે, અને તે વખતે અન્યજીવની પેઠે ઔષધાદિ પ્રયત્નોને સેવવા પડે છે. ઉચિત વ્યવહાર વિવેક એગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે પણ સૂકાયેલા નાળીએરના ગેળાની પેઠે અન્તરથી પિતાના આત્માને જ્યારે રાખવું પડે છે. પૃથ્વીચંદ અને ગુણસાગરનું ચરિત અવલેકે. બાદથી તેઓ લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત થયા હતા છતાં અંતર્થી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચેંરીમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કુર્મા પુત્રની ગૃહમાં આત્મજ્ઞાન દશા જાગ્રસ્ત થઈ હતી. આત્માના શુદ્ધ ધર્મને શુદ્ધાપગે વિચાર કરતાં ગૃહસ્થાવાસમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ છ માસ પર્યત સંસારમાં રહ્યા, તે વખતે કેવળજ્ઞાની છતાં દરરોજ ખાવાપીવાની તથા લેકવ્યવહાર પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયાઓ કર્યા કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરના આચરણે અને શબ્દથી તેમના સંબંધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એમ જાણ્યું નહિં. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટયું હોય તેને બાલ
For Private And Personal Use Only