________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૧
મારું વિશ્વમાં કંઈ પરમાણુમાત્ર પણ નથી. મેરા 3gp, Mir दंसण संजुओ ॥ सेसा मे बाहिराभावा, सव्वे संजोग लक्खणा ॥ નિશ્વયતઃ હું એક આત્મા શુદ્ધ છું. મમતારહિત અને જ્ઞાનદર્શન સમગ્ર છું તેમાં સ્થિત અને તેમાં ચિત્તવાળો થયે છતે સર્વ આસવાદિ પરભાને વિનાશ કરું છું. આત્મા સ્વકીય આત્માને કરે છે એમ નિશ્ચયનયનું મંતવ્ય છે. આત્મા આત્માને જાણે છે અને આત્મા પિતાના આત્માને વેદે છે. જે માટે જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તે માટે જ્ઞાનિયાના સર્વે ભાવે જ્ઞાનમય નિશ્રયતઃ થાય છે. उपादानकारणसदृशं कार्य भवतीति वचनात् ॥ जीवस्य सर्वे भावाः પરિણામ શાનમચા જ્ઞાનૈન નિવૃત્ત મવનિત | આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાન પરિણામમાં સદા મસ્ત રહે છે. આત્માના અનન્ત ગુણે અને પર્યાનું પ્રકાશક આત્માનું જ્ઞાન છે. અએવ સર્વ ગુણેમાં જ્ઞાન ગુણની મહત્તા અવબોધવી.
અધ્યાત્મજ્ઞાનસંબંધી સમય પ્રાશ્વતનાં અમૃત વચનનું મન ન કરીને અધ્યાત્મજ્ઞાનિયે આત્મસમાધિમાં મસ્ત બનીને પરભાવને ભૂલી જાય છે. આવી અધ્યાત્મજ્ઞાનસંબંધી સમગ્ર દષ્ટિ પ્રાપ્ત કરવાને શ્રીસદ્દગુરૂના શરણે રહીને સદ્દગુરૂની કૃપા મેળવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સદગુરૂની કૃપા એજ પુષ્ટ કારણ છે. શ્રી સદ્દગુરૂની કૃપા મેળવ્યા વિના આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થતું નથી. અતવ કથવામાં આવે છે કે અધ્યાત્મજ્ઞાની સદગુરૂનું શરણું અંગીકાર કરીને સદા તેમની કૃપા મેળવવી. શ્રીસદ્ગુરૂની કપાથી જે જે અંશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે તે અંશે ખરેખર આત્મામાં પરિણમે છે. અને તેથી આત્માનું આતરિક પુનર્જીવન સ્વયમેવ પ્રાદુર્ભત થાય છે. ગુરૂની કૃપાવડે જ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અતએ ગુરૂકૃપા મહિમા કથવામાં આવે છે.
( પુર પા) ગુરૂની કૃપાથી મળે મંત્ર વિદ્યા, ગુરૂની કૃપાથી ટળે છે અવિદ્યા; ગુરુની કૃપાથી મળે મંત્ર કુચી, ગુરૂની કૃપાથી થતી જાત ઉંચી ૧ ગુરૂની કૃપાથી મળે સુઠું આશી, ગુરૂ ભક્તિથી સિદ્ધિ અષ્ટ દાસી; ગુરૂની કૃપાથી ગુરૂત્વ પ્રકાશે, સદા સાત્વિક બુદ્ધિ ચિત્ત વિકાશે. ૨
For Private And Personal Use Only