________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩ વવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયે અધ્યાત્મજ્ઞાનભાવનાથી એટલા બધા અન્તમાં મસ્ત થઈ જાય છે કે તેઓ પશુ-પંખી અને ઝાડ વગેરેને પરમાત્મારૂપે અવેલેકે છે, અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે. પરમાત્માની સાથે જેએ શુદ્ધ પ્રેમથી તલ્લીન બની જાય છે, તેઓ આત્માને જ પરમાત્મારૂપે દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારો વડે વધતી જાય છે તેમ તેમ તેઓના મનમાં ઉદારભાવ પણ વધતું જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે તે પણ તેમાં મુંઝાતા નથી પરંતુ ઉલટા તેથી ભિન્નદશાવાળા તેઓના ઉદ્ધારવડે અનુભવાય છે. અજ્ઞાનિ જે જે કર્મોમાં (ક્ષિામાં) બંધાય છે તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીઓ મુક્ત રહે છે અર્થાત્ રાગદ્વેષથી તેમાં તેઓ બંધાતા નથી. મુસલમાનમાં નવા નામને એક મહાત્મા થઈ ગયેલ છે તે પોતાના આત્માને પરમાત્મારૂપજ માનતે હતે. જૈનશાસ્ત્રોમાં સદા તો મદur-મામા ન ઇવ પામામાં આત્મા એજ પરમાત્મા છે એમ લખેલું છે. મનને આવી તેની માન્યતાથી શૂલી પર ચઢાવવામાં આવ્યું પણ ખરેખર તેની અનહલકની ધૂનથી તે અનાજ રહ્યું. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનિયે-જ્ઞાનમાગિઓ સર્વજીને પરમાત્માઓરૂપે ભાવે છે તેથી તેઓજ ખરેખરી જગતુની ક્રિયાઓ (કર્મો) વડે ઉન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયેના હૃદયમાં પરમાત્મા પ્રગટેલા હેવાથી અને તેથી તેઓ જીવતા જાગતા ખરેખરા થવાથી મેહથી મરેલા એવા અજ્ઞાનિજીવોને પ્રતિબંધ આપીને જીવતા જાગતા કરવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનિયેની શારીરિક ચેષ્ટાથી પરીક્ષા કરવી એ તે વ્યર્થ છે. તેઓના વિચારમાં, ભાવનાઓમાં અને તેઓના આન્તરિક ઉદ્દગારોમાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શરીરના ધર્મો તે સર્વ મનુષ્યના સરખા હોય છે. આત્મામાં પરમાત્મત્વ માનીને તેઓ આમામાં એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓની શારીરિક પ્રવૃત્તિ ધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કરતાં તેઓની જુદી જ અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનિ જેમ કેઈ શેલડીને રસ ચૂસીને કુચાઓને ફેંકી દે છે તેમ જલ્દર્શનકથિત ધર્મતને
For Private And Personal Use Only