________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧ કલ્યાણકર કાર્યોમાં પણ વ્યવસ્થિત પ્રવૃત્તિપૂર્વક ભાગ લઈ શકાય છે. અએવ વ્યવસ્થિત પ્રબોધ પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય
વ્યવસ્થિત પ્રબોધથી વ્યવસ્થિતપણે કાર્યો કરતા હોય તેઓની પાસે રહીને વ્યવસ્થિત પ્રબોધન શિક્ષણ લેવું જોઈએ અને પિતાના વિચારે અને આચારને વ્યવસ્થિતદશામાં મૂકવા જોઈએ. વ્યવસ્થિત પ્રધની પ્રાપ્તિ થતાં સર્વ કાર્યપ્રવૃત્તિમાં સરળતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વિચારે અને આચાશે. સંબંધી વ્યવસ્થિત પ્રબોધ થતાં અનેક અનુભવોને પ્રાપ્ત કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ કર્યા વિના કદાપિ છૂટકે થવાને નથી એમ નિશ્ચય થતાં વ્યવસ્થિત પ્રબંધ પ્રાપ્ત કરવા મન-વાણી અને કાયાથી પ્રયત્ન કરી શકાય છે. પ્રબેધની વ્યવસ્થા જેણે પ્રાપ્ત કરી છે તે સર્વ બાબતેની વ્યવસ્થા તરતમને કરવા શક્તિમાન થાય છે. આર્યાવર્તમાં વ્યવસ્થિત પ્રબંધક મનુષ્યોને મહાસંઘ પ્રગટે અને તે અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય આદિગુણેથી વિભૂષિત થઈ સર્વ જીવહિતકારક પ્રવૃત્તિને આદરી પરમાત્મપદને પ્રાપ્ત કરો. સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધની જેટલી આવશ્યકતા છે તેટલી સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રસન્નાસ્ય મનુષ્યની જરૂર છે. પ્રસન્નાસ્ય મનુષ્ય સ્વકર્તવ્યકાર્ય કરતે છતે વિવરમાલને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય હર્ષ અને શેકમાં સમાન છે તે પ્રસન્નાસ્ય બની શકે છે. સ્વાધિકારે કર્તવ્ય કાર્યને કરતાં હર્ષશોકને ન કર એ આત્મજ્ઞાનીઓ વિના બની શકે તેમ નથી. માયાના આધીન થએલ મનુષ્ય હર્ષ અને શેકને ક્ષણે ક્ષણે ધારણ કરે છે, તેઓ હર્ષ લેકમાં સમાન કેવી રીતે થઈ શકે ? હર્ષ અને શેકમાં ન પડતાં સમાન રહેવું એ અજ્ઞા. નીઓ માટે તે અશક્ય છે. જેમાં રતિ અને અરતિથી આત્માને ભિન્ન માને છે. તેઓ હર્ષશેકના વિચારોથી સ્વાત્માને ભિન્ન રાખી આવશ્યકાર્યપ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. શાતાના ગે રતિ અર્થાત હર્ષ થાય છે અને અશાતાના ગે અરતિ અર્થાત શેક થાય છે. શાતા અને અશાતા એ બે વેદનીય કર્મની પ્રકૃતિ છે. વેદનીય કર્મની પ્રકૃતિ કર્મરૂપ છે અને તે આત્માની સાથે સંબંધિત
For Private And Personal Use Only