________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯ ધર્મનાં કાર્યો કરે અને પરસ્પર ધર્મપ્રવર્તકમાં મતભેદે સંઘર્ષણ ન થાય ઈત્યાદિ જે જે વ્યવસ્થાઓ ઘડવાની હોય છે અને તે પ્રવર્તાવવાની હોય છે તે વ્યવસ્થિત પ્રબંધવિના બની શકે તેમ નથી. જે જે કાળે જે જે ધર્મ સ્વાસ્તિત્વના ભયમાં આવી પડે છે ત્યારે તે કાળે અવધવું કે વ્યવસ્થિત બેધવાળા મનુષ્ય અને તેવા વ્યવસ્થિત રીતે કાર્ય કરનારા મનુષ્યની ખામી છે. વ્યવસ્થિત પ્રબેધવાળા મનુષ્ય જે દેશમાં જે કાળમાં સંસારવ્યવહારમાં વા ધર્મમાં છે વા થશે તે કાળે તે દેશમાં તે સંસારવ્યવહારમાં પ્રગતિ થાય છે અને થશે એમ અનેક આનુભવિક દષ્ટાન્તોથી અવધવું, કાર્યને સરલમાં સરલ અને સુન્દર કરનાર વ્યવસ્થિતપ્રબોધ છે. સાંસારિક કાર્યો કરવામાં અને ધાર્મિક કાર્યો કરવામાં વ્યવસ્થિત પ્રબંધવિના એક અંશ માત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. પાણપતના યુદ્ધમાં લડનારા મરાઠાઓમાં વ્યવસ્થિત પ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિ પરિપૂર્ણ નહતી તેથી તેઓ મુસલમાન બાદશાહ નાદીરશાહથી પરાજય પામ્યા, અને મરાઠી રાજયના ટુકડા થઈ ગયા. વ્યવસ્થિત પ્રબંધવિના આરંગજેબના બંધુઓને નાશ થયે અને વ્યવસ્થિતપ્રધથી આરંગજેબ વિજયી થયે. વ્યવસ્થિત પ્રબોધશક્તિથી સમાજ અને ધર્મની સંસ્થાની પ્રગતિ કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબંધવિના અનેક રાજાઓએ પિતાનાં રાજ્ય ખયાં અને તેઓના વંશજો ભીખ માગતા થયા. વ્યવસ્થિત પ્રબંધથી ગરીબમાં ગરીબ મનુષ્ય પણ સ્વજીવનની ઉચ્ચતા કરવા શક્તિમાન થાય છે. વ્યવસ્થિતપ્રબોધથી અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિથી ઈગ્લીશરાજ્ય પ્રવર્તે છે તેથી તેનું સામ્રાજ્ય વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. આર્યોએ ઇંગ્લીશ પાસેથી શિષ્યવૃત્તિથી વ્યાવહારિક પ્રવૃત્તિ સંબંધી વ્યવસ્થિત પ્રબોધ શિક્ષણ લેવું જોઈએ કે જેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં તેઓ વિજયી બની શકે. ધર્મતનું જ્ઞાન હોય પરંતુ ધર્મકાર્યોને કરવાને સુવ્યવસ્થિત બાધ ન હોય તે
For Private And Personal Use Only