________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ આસક્તમનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પદાર્થના સંબંધમાં આવતાં અન્તરથી તે બંધાય છે અને અનાસક્ત મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થોના સંબંધમાં શરીરાદિકયેગે આવે છે પરંતુ અન્તમાં તેને આસક્તિ ન હોવાથી અન્તરથી કેઈની સાથે બંધાતું નથી. અતએવ સ્વાધિકારે કર્તવ્યકાર્યમાં અનાસક્ત મનુષ્યની ગ્યતા સિદ્ધ કરે છે. આસક્તિ ભાવને ત્યાગ કરીને મનુષ્ય અનાસક્ત બની સ્વાધિકારે સર્વ કાર્યોને કરવાં જોઈએ. કેટલાક મનુષ્ય તર્ક કરે છે કે યદિ અનાસક્તિ થઈ તે પશ્ચાત સાંસારિક વા ધાર્મિક કાર્યો કરવાની શી જરૂર છે? જે જે બાબતની આસક્તિ હોય છે તે તે બાબતનાં કાર્યોને કરવાં પડે છે અને જ્યારે અનાસક્તિ થાય છે ત્યારે તે કાર્ય કરવાની ઈચ્છા થતી નથી એટલે તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી. આ તર્કના સમાધાનમાં કહેવાનું કે જે જે કાર્યોની જરૂર છે તે અને તે સ્વાશ્રમ અવસ્થા આદિ સ્થિતિએ કરવા માટે કર્તવ્ય તરીકે સિદ્ધ કરે છે, તે તે પદાર્થોની ઈચ્છા ન થાય તે પણ સ્વાધિકારે નિર્માણ થએલી ફરજના અનસારે તે તે કરવાં પડે છે. શ્રી તીર્થકરને દેશના દેવી પડે છે. અન્તરાત્માઓને અનીચ્છા છતાં પણ અમુક કાર્યની પ્રવૃત્તિને પ્રારબ્ધાદિક સ્થિતિએ સંપ્રાસ સ્વાધિકારે કરવી પડે છે. ખપમાં આવનાર પદાર્થોની પ્રાપ્તિ માટે આસક્તિ વિના પ્રવૃત્તિ કરવાથી નવીન કર્મથી બંધાવાનું થતું નથી અને આત્માની શુદ્ધતા થાય છે. અનીચ્છાએ પણ પ્રારબ્ધ કર્મપ્રેરણાએ આહારદિક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે છે. અતએવ આસક્તિથી જ કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે એ નિયમ સિદ્ધ થતા નથી. જે જે કાર્યો ઈચ્છવા ગ્ય છે તેમાં પશ્ચાત્ ઇચ્છા વિના વિવેકજ્ઞાને તેની આવશ્યકતા અવધીને તેની પ્રવૃત્તિમાં અનાસક્તભાવે પ્રવૃત્ત થઈ શકાય છે એ અન્તરાત્માને અમુક દશાએ અનુભવ આવે છે અને તે પ્રમાણે અનાસક્તિભાવે પ્રવર્તી શકાય છે અને તેથી આ સવરૂપ સમુદ્રના તરંગે વચ્ચે તરતાં અને આથડતાં પણ આસવસમુદ્રમાં ડુબી શકતું નથી. અતએવ અનાસક્ત થવાને માટે આત્મજ્ઞાની સલ્લુરૂની ઉપાસના કરીને
For Private And Personal Use Only