________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્મા હતા. અને શ્રી કૃષ્ણ અંતરાત્મા હતા. શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ નેમિનાથનાં અનેક વ્યાખ્યાને સાંભળ્યાં હતાં તેથી શ્રી કૃષ્ણને બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન થયું હતું અને શ્રી કૃષ્ણ અજુનને આત્મજ્ઞાનનો બોધ રણાંગણમાં આપ્યો હતો. મહાભારતના ભાગવતના અને વિષ્ણુપુરાણના શ્રી કૃષ્ણ અને જનશાસ્ત્રના શ્રી કૃષ્ણમાં કાળભેદે આચારભેદે ભેદ છે. પુરાણીઓના શ્રી કૃષ્ણ દ્વાપરમાં થયા છે અને જેના કૃષ્ણ તે તે પૂર્વે થયા છે તેથી પાંચ હજાર વર્ષ અને ચોરાશી હજાર વર્ષને ભેદ અંતર રહે છે, જેમાં પાંડવચરિત્ર છે. અને તેમજ વસુદેવ હિંડ-હિંદી નામને નેવું હજાર લોકને લગભગ ગ્રન્થ છે તેમાં શ્રી કૃષ્ણ વગેરે યાદવોનાં ચરિત્ર છે તેનું મનન કરવાથી શ્રી કૃષ્ણ સંબંધી ખરે ખ્યાલ આવી શકે તેમ છે. ગમે તેમ હેય પણ પાછળથી અનેક મત પડ્યા હોય પરંતુ શ્રી નેમિનાથના ભક્ત શ્રી કૃષ્ણ અન્તરાત્માએ ધમ્ય પ્રવૃત્તિમાં ગૃહાવાસમાં ભાગ લીધે હતું. તેમણે શ્રી નેમિનાથના ઉપદેશપૂર્વક ત્યાગમાર્ગની ધર્મે પ્રવૃત્તિથી પુષ્ટિ કરી હતી. અનેક ચક્રવર્તિાએ અને વાસુદેવોએ ધર્મ પ્રવૃત્તિ સેવી હતી. આર્યવેદના ભાગ તરીકે આચાર દિનકર વગેરે પ્રાચીન શાસ્ત્ર છે તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના વણું કર્મ ધર્મ વગેરેની પ્રવૃત્તિની સિદ્ધિ કરેલી દેખવામાં આવે છે. શ્રી આત્મારામજી મહારાજે ઉ શ્રી વિજ્યાનંદસૂરિએ તત્વ નિર્ણય પ્રાસાદ ગ્રન્થમાં ... સ્તંભમાં ચારે વર્ણોના કર્મ ધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારોનું વર્ણન કર્યું છે. જેનનિગમમાં અર્થાત જૈનોમાં તત્ત્વજ્ઞાનની સાથે ધર્મ કર્મ પ્રવૃત્તિની અત્યંત આવશ્યક્તા વર્ણવી છે. વેદાનીઓમાં ભગવગીતા વગેરેમાં કમેગની જે વ્યાખ્યાઓ દેખવામાં આવે છે તે જનાગમાંથી લેવામાં આવી હોય એમ દેખાય છે. વિક્રમ સંવતના પહેલા સૈકામાં વા તેની પૂર્વે એક બે સૈકાપૂર્વે ભગવદ્ગીતા બની હેય એમ અનેક ગ્રન્થોના આધારથી જણાય છે તેથી તેમાં જનશાસ્ત્રની નિર્લેપ ધર્મ કર્મ પ્રવૃત્તિના વિચારોને પ્રવેશ થએલો જણાય છે. જેનશાસ્ત્રના આધારે કહેવામાં આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં જે ચાર વેદ છે તે તે જૈનધર્મની સ્થાપના થયા બાદ પછીથી બનેલા છે. શ્રી મહાવીર સ્વામીના વખતથી વા તે પછીથી વેદાન્તીઓમાં ઉપનિષદોની રચના શરૂ થઈ તે રચના ઠેઠ અકબર બાદશાહ પછી પણ શરૂ રહેલી છે. વિક્રમ સં. ત્રીજા ચોથા સૈકા પછીથી પુરાણની રચના શરૂ થઈ તે સત્તરમા સૈકા સુધી પ્રવર્તેલી જણાય છે. આ સંબંધીની ચર્ચા બીજા પ્રસંગે કરવામાં આવશે અને તે અનેક સાક્ષીઓથી સિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જૈનાગમ અને જનવેદોના આધારે ક્રિયાગની
For Private And Personal Use Only