________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ આત્માને આત્મરૂપ અનુભવ એજ કાર્યોત્સર્ગનું સાધ્ય લક્ષ્યબિદુ છે. દેહાધ્યાસ તજીને આમામાં શ્રદ્ધા, સ્થિરતા, અને લીનતા કરવારૂપ કાર્યોત્સર્ગ કરવાથી દુનિયામાં મનુષ્યના આત્માએ ખરેખર પરમાત્મરૂપને દેખી શકે છે. શરીર-ધન–કીર્તિવાસના અને માયા વગેરેમાંથી હું અને મમ એ ભાવ કાઢી નાંખીને કાયોત્સર્ગમાં સ્થિર રહેવું જોઈએ. ઉપર્યુક્ત હેતુઓથી કાયોત્સર્ગની આવશ્યકતા દુનિયામાં સિદ્ધ થાય છે.
કાયેત્સર્ગ આવશ્યકની અમુકાશે સિદ્ધિ કરીને તેને જે અધિકારી થયે છે તેનામાં પ્રત્યાખ્યાન આવશ્યકની ગ્યતા પ્રગટે છે. પ્રત્યાખ્યાન આવશ્યક જે પોતાનામાં પ્રગટાવવું હોય તે કાત્સર્ગની સિદ્ધિ કરીને શરીરાદિકથી ભિન્ન એવા આત્માને અનુભવ કરવું જોઇએ. શરીર અને ઇન્દ્રિયેપરથી મમત્વ ઉઠતાં બાહ્ય વસ્તુઓનું ભક્ષણ કરવાને નિષેધરૂપ સંક૯પ કરીને પ્રત્યાખ્યાન લઈ શકાય છે. હવે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને પ્રત્યાખ્યાનની આવશ્યકતા સ્વીકારવા લાગ્યા છે. અધિકારભેદે પ્રત્યાખ્યાનના અનેક ભેદ પડે છે પણ તે સર્વ પ્રત્યાખ્યાનનો સાર એ છે કે–અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારની મૂચ્છ-ઈચ્છાને રેધ કરે અને નિયમસર અમુક આહાર ત્યાગપૂર્વક અમુક આહારનું ગ્રહણ કરવું વા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી અશનાદિકને ત્યાગ કરે. અધ્યાત્મજ્ઞાની પ્રત્યાખ્યાન તપશ્ચરણ કરવા સમર્થ હોય છે કારણકે તેને દેહનું મમત્વ હોતું નથી અને તેથી તે ઇન્દ્રિયને વશ કરવા અધિકારી બને છે. દ્રવ્ય પ્રત્યાખ્યાન કરીને અનેક પ્રકારની પૈગલિક વસ્તુઓનું મમત્વ ઈચ્છા વગેરેના રોધરૂપ ભાવ પ્રત્યાખ્યાન કરવાની અત્યંત જરૂર છે. ભવ્ય પુરૂષોએ ભાવ પ્રત્યાખ્યાનપૂર્વક દ્રવ્ય પ્રત્યાખ્યાન તરફ લક્ષ દેવું જોઈએ. અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવાની જરૂર છે. દુનિયાના જડ પદાર્થોના અણુઅણુમાં પણ મમત્વ–ઈચ્છા ન રહે અને કઈ પણ જડ પદાર્થની વાસના ન રહે ત્યારે સમજવું કે પ્રત્યાખ્યાનની ઉચ્ચકેટીમાં આત્માને પ્રવેશ થયો છે. કષાયને ત્યાગ કર એ ભાવ પ્રત્યાખ્યાન છે. દ્રવ્ય પ્રત્યાખ્યાનીને ભાવ
For Private And Personal Use Only