________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ શકે છે અને પૂર્ણસત્ય આધ્યાત્મિક-માનસિક-નૈશ્ચયિક પ્રતિકમણુ તે ક્ષણે ક્ષણે ગમે ત્યાં થયા કરે છે. કાયા અને વચનનું પ્રતિક્રમણ ધૂલ છે અને મનમાં કરેલું પ્રતિકમણ સૂક્ષ્મ છે. પ્રતિકમણ અર્થાત્ પાપથી પાછા ફરવારૂપ આત્માને અધ્યવસાય થતાં અનંત કર્મ ખરે છે અને કર્મોના ખરવાથી આત્મા હલકે થાય છે. પશ્ચાતાપ પરિણામ પ્રગટયાવિના કરેલા દેનું પાપ ટળતું નથી અને આત્માના ગુણની વૃદ્ધિ થતી નથી. બહિર્મુખ વૃત્તિથી અન્તર્મુખ વૃત્તિ કરવા સારૂ પ્રતિકમણ છે. પ્રમાદથી પાછા ફરીને પોતાની અપ્રમત્તદશામાં આવવું તે પ્રતિકમણ છે. ભરઉંઘની પેઠે દુનિયાની વિકલ્પ જંજાળ ભૂલી જવાય અને આત્માના શુદ્ધાપયેગે આત્મસ્વરૂપમાં લીન થવાથી આત્માનન્દના ઉભરા પ્રગટે એટલે સમજવું કે ઉચ્ચકોટીનું પ્રતિક્રમણું ખરેખર આત્મામાં પ્રગટયું છે. આ ત્માના અસંખ્યાત પ્રદેશરૂપમહાવિદેહક્ષેત્રમાં શુદ્ધપગે સ્થિરતારૂપ જન્મ લેઈને આત્માની શુદ્ધતા રૂપ સીમંધર પ્રભુને ભેટવા એ પ્રતિકમણનું આધ્યાત્મિક સ્વરૂપ છે. માયા અર્થાત્ મેહના પ્રદેશમાં પાછા ફરીને આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્વાભાવિક ધર્મ વસવું એવું પ્રતિક્રમણ કરવા દરરોજ અભ્યાસ પાડ. દુઃખને આપનારી નામકીર્તિ રૂપની અહંવૃત્તિ આદિ અનેક પ્રકારની વાસનાઓથી પાછા ફરીને મનુષ્યએ આત્માના સહજ સુખ તરફ ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરીને જીવનની સફલતા કરવી જોઈએ. અશુભ સંગો પ્રાપ્ત થયા છતાં અને વિપત્તિઓ પડતાં છતાં તથા શાતાના સંગે પ્રાપ્ત થયા છતાં મનને ચંચળ ન થવા દેવું અને કદાપિ ચંચળ થાય તે મનને આત્મામાં સ્થિર કરવું એવું પ્રતિકમણનું રહસ્ય છે તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ક્ષમાભાવમાં મસ્ત થઈને “રણામેમિ सव्वजीवे,सधजीवा खमंतु मे।मित्ति मे सव्वभूएसु,वेमज्झं न केणइ" ઇત્યાદિથી સર્વ જીવોને ખમાવ. કેઈની સાથે વૈર ન ધારણકર-સર્વ જીવોને આત્મદષ્ટિથી દેખ અને આત્માના આનંદમાં લયલીન થા.
જે મનુષ્ય પ્રતિક્રમણના અધિકારી થયા હોય છે તેઓ કાયત્સર્ગના અધિકારી થાય છે. પ્રતિકમણ રૂ૫ આત્મપરિણામ અને - ૧૩
For Private And Personal Use Only