________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ર્યોમાં પ્રવૃત્તિ કરીને ધર્મને અધર્મનું રૂપ આપી દે છે પણ જેઓ આસુરી શકિતની દુષ્ટતા જાણીને સુરી શક્તિને આચરે છે તેઓ આસુરી શક્તિથી દબાતા નથી. આસુરી શક્તિના તાબે થએલ મનુષ્ય ખરેખર ધર્મરંગના સ્થાને જંગ મચાવી આવશ્યક ફરજને ભંગ કરી દે છે. આસુરી શક્તિ ગમે તે વખતે હૃદયમાં ઉત્પન્ન થાય છે તેનાથી અને આસુરીશક્તિવાળા મનુષ્યની ખરાબ અસરથી સાવધાન–અપ્રમત્ત રહી આવશ્યક સ્વગ્ય ધર્મકાર્યોની ફરજ અદા કરવાની હોય છે એમ ખાસ જે અવબોધે છે તે પ્રથમ સુરીશકિત અને સુરીશક્તિવાળા મનુષ્યના સત્સમાગમમાં આવીને આવશ્યક ધર્મકર્મ કરવાની પિતાની અધિકારિતાની પ્રાપ્તિ કરી શકે છે. પિંડમાં જેમ આસુરી શક્તિ ઉદ્દભવે છે તે તેને સુરીશક્તિ વડે હઠાવી શકાય છે તેમ બ્રહ્માંડમાં વિશ્વમાં આસુરી શક્તિને સુરીશકિત વડે હઠાવી શકાય છે. સુરીશક્તિ વડે આસુરી શક્તિને ગમે તે ઉપાયે નાશ કરે તે ધર્મ ગણાય છે તદ્વત્ વિશ્વમાં પણ આસુરી શકિતને જે જે દૈવિકશક્તિધારક આવશ્યક ધર્મકૃવડે નાશ કરે તે ધર્મ છે અને તે ધર્મના માટે વ્યક્ષેત્ર કાલભાવાનુસારે જે જે સ્વકર્તવ્યગ્ય કાર્યો કરવાં એ સ્વફરજ છે અને એ સ્વફરજથી કઈ કાલે મનુષ્યએ ભ્રષ્ટ ન થવું એજ આન્નતિને આવશ્યકાનુસર્તવ્યસેવ્ય પ્રગતિમાર્ગ છે. આસુરી શકિતધારકમનુષ્યના સત્તાબળે સ્વસુરીશક્તિધર્મને નાશ ન થાય અને દૈવિકધમિવર્ગને નાશ ન થાય અને તેમજ અનેક આસુરીઓના નાશસહસ્વધર્મ રક્ષણ-સ્વાતંત્ર્યરક્ષણ –તથાસ્વમિનું વિપત્તિકાલે રક્ષણ કરવું એ આપવાદિક આવશ્યક ધર્મકર્મોને એવા પ્રસંગે કરી આપવાદિક ધર્મકર્મની ફરજને અદા કરવી એ શિક્ષા વિપત્તિકાલે આદેય છે. વિષકુમારે અનેક સાધુસંઘની રક્ષાર્થે અને કાલિકાચાર્યે સાધ્વીની અને શાસનની રક્ષાર્થે વિપત્તિ સમયે-સંકટ સમયે આપવાદિક આવશ્યક ધર્મકાર્યોને કરી આવશ્યક ધર્મકર્મની ફરજ અદા કરી હતી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગે આસુરી શક્તિને વિનાશાથે અને દૈવિકશકિત તથા દૈવિકશકિતધારક મનુષ્યના અસ્તિત્વ સંરક્ષાર્થે અને તેઓની પ્રગતિ માટે ક્ષેત્રકાલાનુ
For Private And Personal Use Only