________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૯ ન થાય એવા દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉપાયે ચેઇને મનુષ્યની ઉન્નતિ કરવી જોઈએ. બ્રહ્મચર્યપાલન સંબંધી લેખે ગ્રન્થ લખીને તથા તેના નિયમોને આચારમાં મૂકીને બ્રહ્મચર્યવ્રતને વિશ્વમાં વિસ્તાર કરે જોઈએ. બ્રહ્મચર્યપાલનરૂપ ઉન્નતિના શિખર પરથી પતિત મનુષ્યોને પુનઃ તે સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે સર્વ પ્રકારના ઉપાયને
જવા જોઈએ. વીર્યહીન મનુષ્યને ઉપદેશની કંઈ અસર થતી નથી માટે વીર્યશાલીમનુષ્ય કે જેઓ કમલેગી બની સર્વ પ્રકારનાં ઉપયેગી કાર્યો કરે તેને બનાવવા સર્વસ્વાર્પણ કરી પ્રયત્નશીલ બનવું જોઈએ. નકામા બેસી રહેલા પુરૂમાં અને સ્ત્રીઓમાં કામની વાસનાઓ ઉત્પન્ન થાય છે માટે પુરૂષો અને સ્ત્રીઓએ કર્તવ્યકર્મોમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કામની વાસના પણ ઉત્પન્ન ન થાય. સ્ત્રીઓએ અને પુરૂએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન થાય એવી રીતે વર્તવું જોઈએ અને બાળલગ્નયજ્ઞમાં પુત્રીઓને અને પુત્રને ન હેમવા જોઈએ. જેઓને ધર્મની, દેશની, રાજ્યની, કોમની, સંઘની અને વ્યક્તિની દાઝ–લાગણી છે તેવા મનુષે આત્મા આપીને વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાળવામાં, પળાવવામાં અને અનુદનામાં સદા તત્પર રહે છે. આહાર, વિહાર, આચાર આદિ જે જે બ્રહ્મચર્યપાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વૈભવવાળી પ્રજા, વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકર્મવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે. ઉપર્યુક્ત ઉપદેશ વાંચીને સાંભળીને ખુશ થનાર મનુષ્ય કરતાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને આચારમાં મૂકી બતાવનારા મનુષ્યની જરૂર છે. કર્મવીરે, ગવીરે, ધર્મવીરે, ભક્તવીરે, દેશવીરે, યુદ્ધવીરે, વિદ્યાવીરે વગેરે વીરેને પ્રકટાવવા માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા સ્વીકારી તે પ્રમાણે વર્તવું જોઈએ.
અવતરણ—અનુગ વિસ્તાર, શ્રદ્ધાપૂર્વક ધર્માચારપ્રવૃત્તિ, અષ્ટકર્મવિનાશપ્રવૃત્તિ વગેરેનું વિશેષતઃ સ્વરૂપ પ્રબોધવામાં આવે છે. अनुयोगा हि विस्तार्या, द्रव्यादिका महीतले धर्मविवृद्धये सम्यग्, धर्मतत्त्वविशारदैः ॥ २४५॥
For Private And Personal Use Only