________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર પવિત્ર ગણાશે અને તેમાં આપનું નામ જ પનારાઓ સ્નાન કરશે તેથી નદીનું માહામ્ય વધશે. હે પ્રભે ! મારા નામરૂપને આપના નામરૂપમાં હોમ કરું છું. હવે આપની સેવાભક્તિમાં આત્મસમર્પણ કરીશ. આપના ચલાવેલા સંઘના દાસેની દાસી અની, આયના નામ જાપ જપનારા જે જે જેને દેખાશે તે સર્વની આગળ પ્રત્યક્ષ થઈ વા ગુપ્ત રહી અનેક પ્રકારની સહાય આપીશ. જૈનધર્મની આરાધના કરવાથી હાલ દેવીને અવતાર પામી છું તેથી જૈનધર્મીઓની સેવાભક્તિ કરવામાં કલિયુગમાં પ્રવર્તીશ. પ્રો! આપનું નામ તે જ મારો આધાર છે.” ઈત્યાદિ વચનોથી તેણીએ પરબ્રહ્મ મહાવીર પ્રભુની સ્તુતિ કરી.
પરબ્રહ્મ મહાવીર પ્રભુએ તત્રસ્થ ઋષિ-બ્રાહ્મણને ગજ્ઞાનનાં રહો આપ્યાં અને આત્માની શક્તિઓનો અનુભવ કરાવ્યું. પ્રભુએ કહ્યું કે, “હે ઋષિઓ ! તમે અહીં સ્થિરતાવાસ કરી ધ્યાન કરો. અહીં મારી આજ્ઞા પ્રમાણે ધ્યાન ધરવાથી કેવળજ્ઞાન પ્રગટ થશે. આત્માના સંબંધવાળી જડ વસ્તુઓને આત્મયોગમાં સાધન અને અસાધનરૂપ અપેક્ષાએ સમજે. સત્ય પ્રેમમય, વિશુદ્ધ પ્રેમમય પ્રથમ બનો. પશ્ચાત્ આત્માની શુદ્ધતા પ્રગટાવી શકશે. આત્મામાં લબ્ધિઓ પ્રગટે છે તે વાપરવા પ્રસંગે માલૂમ પડે છે. જે જે અનુપાધિ આનંદરસ છે તે આત્મા છે. ઈન્દ્રિય, મન અને દેહથી ભિન્ન આત્માનુભવ પ્રાપ્ત કરવાથી સર્વ પ્રકારની આહ્યોપાધિથી આનંદરસ વેદાતા નથી, પણ આત્માથી આત્માની પૂર્ણાનન્દસ વેદાય છે. દેહ અને મનથી આત્માને ભિન્ન અનુભવવા માટે “હું આત્મમહાવીર છું, આત્મા તે જ હું છું” એવો શ્વાસોચ્છવાસે અહર્નિશ જાપ કરે અને સર્વ પ્રકારના બાહ્ય સંકલ્પવિક૫રહિત થઈ જાઓ એટલે તમે શુદ્ધાત્મરૂપે પ્રકટી શકશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં આઠ પગથિયાં છે. તે અંગોને અનુક્રમે સે. હઠયોગના અધિકારી જેઓ હોય તેઓને
For Private And Personal Use Only