________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અધ્યાત્મ મહાવીર કરું તો તેથી પરબ્રહ્મપદને પામું?” પ્રભુ મહાવીરદેવે કહ્યું કે, “સોળ મહાદેવીઓ જેમ વિAવમાં સર્વત્ર ફરતી મારી સેવા કરે છે અને મારી આજ્ઞા પ્રમાણે સ્થૂલ વિશ્વના લોકોને ધર્મ કરતાં સહાય આપે છે, તેમ તું મારા ભક્તોની સેવા કર. મારા ભક્તોની સેવાભક્તિ કરવાથી તે પરબ્રહ્મપદને પામીશ. મારું નામસ્મરણ કરનાર અને મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ ધારણ કરનારને પડતી વિપત્તિઓને નાશ કર કે જેથી તારા આત્માની શુદ્ધતા થશે. રાક્ષસને અધમ કરવાથી પાછા વાળ. પાપી અને અધર્મી લેકને શિક્ષા કરે. દારૂ, માંસ વાપરનારાઓને સબોધ અને શિક્ષા આપી ધમ બનાવ. હિંસાયજ્ઞમાં બકરાં, પાડા વગેરે હોમનારાઓને શિક્ષા કર. પવિત્ર મુનિઓની સેવાભક્તિ કર. કન્યાઓનું રક્ષણ કર. શ્રદ્ધાળુ જેના ઘરમાં વાસ કર અને સાધુઓનાં ધર્મવ્યાખ્યાનોને શ્રવણ કર. હિંસાયજ્ઞ કરનારાઓને આ દેશમાંથી કાઢી મૂક. જેમ જેમ તું મારી આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કર્મ અને ધર્મ કરીશ તેમ તેમ તારામાં અપૂર્વ શક્તિઓ ખીલી નીકળશે. તારે અંબિકાદેવીને અવતાર સમાપ્ત થયા પછી તે માનવભવ પામીશ અને ત્યાં પુણ્યમૂર્તિ રાજા બની, છેવટે ચારિત્ર અંગીકાર કરીને મુક્તિપદ પામીશ.
“દુર્ગા, ચંડિકા વગેરે દેવીઓએ મારું શરણ સ્વીકાર્યું છે અને તેઓ જૈનધર્મ પાળનારી બની છે. મારું શરણ તે અંગીકાર કર્યું છે, તેથી કલિયુગમાં તું મહિમાવાળી ગવાઈશ.”
પ્રભુનાં એવાં વચને શ્રવણ કરીને, પ્રભુને પગે લાગી અંબિકા કહેવા લાગી કે, “હે મહાવીર પ્રભો ! મારા જેવી અસંખ્ય દેવીઓ અને દેવના આપ પ્રભુ છે. આપની કૃપા વડે અમે શ્વાસોચ્છવાસ લેવા શક્તિમાન થઈએ છીએ. આપની કૃપાથી જીવી શકીએ છીએ. મદારી જેમ યંત્રની પૂતળીઓને નચાવે છે તેમ આપ સર્વ વિશ્વને કર્મગતિથી ગતિમંત કરી રહ્યા છે. હે પ્રભો! આપનું અહીંયાં પધારવું થયું છે તેથી કલિયુગમાં સરસ્વતી
For Private And Personal Use Only