________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર માપવાસી બે મુનિએ આવ્યા. તેમને અંબિકાએ બહુમાન પૂર્ધક આહાર વહોરાવ્યો. તેથી વકમતિ બ્રાહ્મણને ક્રોધ થયો અને કહેવા લાગ્યો કે તારે ત્યાગીઓને ભેજન આપવું નહીં, કારણ કે હું ત્યાગીઓને માનતા નથી. અંબિકાએ કહ્યું કે ત્યાગી મહાત્માઓની સેવાભક્તિ કરવાથી પુણ્યધર્મની પ્રાપ્તિ થાય છે, માટે હું ત્યાગીઓને ભોજન આપીશ.
વકમતિએ અંબિકાનો તિરસ્કાર કર્યો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. તેણે શ્રી નેમિનાથનું વનમાં જ ધ્યાન કર્યું. પિલા વક્રમતિ બ્રાહ્મણે રસોડામાં વાસણો જોયાં તો તે સુવર્ણ મય બનેલાં દીઠાં. તેથી તે આનંદ પામ્યો અને ત્યાગીઓની ભોજનાદિકથી ભક્તિ કરવામાં મહા લાભ છે એમ નિશ્ચય કરી વનમાં અંબિકાને શોધવા ચા. ગિરનાર પર્વત પર અંબિકાને દીઠી અને તે તેની સામે દોડો. તેથી અંબિકા નાઠી અને કુવામાં પડી. બે બાળકો પણ સાથે મૃત્યુ પામ્યાં. તે ભુવનપતિદેવી અંબિકા થઈ બે બાળકો પણ દેવ થયા. તે શ્રી નેમિનાથ ભગવાનના ધર્મરાજ્યની રક્ષિકાદેવી બની. તે ગિરનાર તથા આરાસુર પર્વત પર રહેવા લાગી. તેણે શ્રી નેમિનાથ ભગવાનના મુખ થકી પરમાત્મા પરબ્રહ્મ મહાવીર ચોવીસમા તીર્થકર થવાના છે એમ સાંભળ્યું. અંબિકાદેવીએ શ્રી અરિષ્ટનેમિ પ્રભુને પૂછ્યું કે પરબ્રહ્મ મહાવીર પ્રભુનાં મને ક્યાં દર્શન થશે? શ્રી અરિષ્ટનેમિનાથે કહ્યું કે તને આરાસુર પર્વત પર થશે. તે પ્રમાણે શ્રી અંબિકાદેવીને આરાસુર પર્વત પર પરમાત્મા મહાવીર પ્રભુનાં દર્શન થયાં.
અંબિકાદેવીએ પરમેશ્વર, મહાવીર પ્રભુને ત્રણ પ્રદક્ષિણ કરી વંદન કર્યું અને પ્રભુની આગળ નાટક કર્યું તથા અનેક સ્તોત્રોથી પ્રભુની સ્તુતિ કરવા લાગી. પશ્ચાત્ તેણે પરબ્રહ્મ મહાવીર પ્રભુને પૂછયું કે, “હે ભગવાન! હું તમારા ચરણકમળની દાસી છું. આપના દર્શનથી કૃતાર્થ થઈ છું. હવે હું કેવા કર્મો
For Private And Personal Use Only