________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
અધ્યાત્મ હાવી તેમ એકવાર જેને જૈનધર્મની પ્રાપ્તિ થઈ અને પ્રભુપદનો અનુભવ થયે તે કર્મવશાત નીચ અવતારને પામે તે પણ તે પાછે ઉચ્ચ અને શુદ્ધાત્મપદને પામે છે.
ચંડકૌશિક! આત્માનો શત્રુ આત્મા જ છે અને આત્માને મિત્ર પણ આત્મા જ છે આત્મા પોતે પોતાને જેવો ધારે તેવો બનાવી શકે છે. આત્માના સ્વરૂપમાં મન જેડવાથી મુક્તિ પદ પામે છે. જેવાં કર્મ કરવામાં આવે છે તેવો અવતાર લેવો પડે છે. હવેથી પાપકર્મથી પાછા હટવું એ તારા મન પર આધાર રાખે છે. હવે તું જાગ્રત અને સાવધાન થયા છે. હવે પાછો ક્રોધ ન કર. પૂર્વે કેટિભવ સુધી તપેલું તપ પણ બે ઘડી પયત કરેલા ક્રોધથી ક્ષય થાય છે. આત્માના સ્વરૂપની ભાવના ભાવતાં ક્રોધ ઉપશમે છે, અને નામરૂપનો મેહ થતાં કોધાદિ કષાયે વેગથી પ્રગટે છે. માટે શરીરમેહ અને નામહ ર કર. તારા શરીરને નાશ કરનારા પણ તારા શત્રુઓ નથી. જે જે કર્મનિમિત્તે શરીર અને પ્રાણનો નાશ થવાને હોય છે તે તે નિમિત્ત શરીર અને પ્રાણુને નાશ થાય છે. શરીર અને પ્રાણુ એ તું નથી. તું તે નિરા અવિનાશી આત્મા છે. આત્માને વસ્તુતઃ કેઈ શત્રુ વા મિત્ર નથી. મનની કલ્પનાથી સંસારમાં જન્મ થયા કરે છે. મનના રાગદ્વેષાત્મક વિકલ૫-સંક ટળતાંની સાથે આત્મા મુક્ત અને સ્વતંત્ર બને છે, જેને નાશ થાય છે તે તું નથી એમ નિશ્ચય રાખ.
ચંડકૌશિક પ્રભુ મહાવીર ભગવાન ! આપને સદુપદેશ મેં સાંભળે. તે મારા હૃદયમાં પરિણમ્યો છે. તે ઉપદેશથી મારા આત્માને અપૂર્વ શાન્તિ મળી છે. પ્રત્યે ! મને અનશનવ્રત સ્વીકારવાનું મન થયું છે. મારું શરીર ન છૂટે અને મારે આત્મા આ જડ દેહથી છૂટો ન પડે તાવત્ સમભાવમાં રહે એવી કૃપા કરે, આપના દર્શન માત્રથી અંતઃકરણ સ્વચ્છ થયું છે. હવે હું સ શરીરથી જીવવા ઈચ્છતું નથી, અને સર્પશરીરના પિષણ માટે આહાર પણ ગ્રહણ કરવા ઈચ્છતા નથી,
For Private And Personal Use Only