________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
અધ્યાત્મ મહાવીર લાગ્યા અને કહેવા લાગ્યા કે, “હે આર્ય! ત્યાં જવું એટલે મૃત્યરૂપ કાળના સુખમાં પડવું એમ તમે જાણશો. ચંડકૌશિક નાગની આગળ કેઈનું કંઈ ચાલી શકતું નથી. અનેક વિધાધારી તંત્રિકે પણ એ સપને વશ કરવા સમર્થ થયા નથી.” અનેક તાપસે પણ પ્રભુને એ પ્રમાણે હિતશિક્ષા આપવા લાગ્યા.
પણ તે લોકેએ પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા નહેતા તથા તેમના પર દયા કરીને એમ કહેતા હતા. પ્રભુએ તાપસ વગેરેને જણાવ્યું કે એ ચંડકૌશિક ફૂર નાગને બધું આપીને તેને ધમી બનાવવા હું ત્યાં જાઉં છું. પાપીઓને ધમી બનાવવા એ ત્યાગીઓનું ક્તવ્ય છે. તાપણોએ કહ્યું કે જેવું તમને રુચે તેમ કરશે. જો તમે જીવતા આવશે તો તમને અમે પ્રભુ માનીશું. તમારી દશા શી થશે તે જોવા આવવાની પણ અમારી શક્તિ નથી. પ્રભુએ કહ્યું કે અમથી અધર્મને નાશ થાય છે. દયાની આગળ હિંસા, ભાવ ટકતું નથી એવો વિશ્વાસ રાખે અને તે પ્રમાણે વર્તે. એમ કહી પ્રભુ મહાવીરદેવે કનખલ તાપસાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું. - સંધ્યા સમયે તે ચંડકૌશિક સર્પના સ્થાન પાસે આવી પહેગ્યા. સપ' પિતાના સ્થાનમાં પડયો પડયો ઊંઘતે હતે. એવામાં તે પ્રભુના સંચારથી જાગ્રત થઈ અગ્નિની પેઠે કોધથી ધમધમાયમાન લાલાળ બની ગયે અને મનમાં અહંકાર લાવી વિચારવા લાગ્યું કે, “અરે આ ધe મનુષ્ય કોણ છે? મોટા મોટા રષિઓ પણ અહીં આવી શકે નહીં. શેષનાગ પણ અહીં આવી શકે નહીં, એ મારો પ્રતાપ છે. તેને ઉલંઘીને અહીં આવનાર આ કોણ છે? મારો ભય નહીં રાખનારને હવે હું મારું ફળ તરત દેખાડવા તૈયાર થાઉં છું.”
એમ વિચારીને તેણે ભયંકર કુકારશ કર્યા. તેથી વૃક્ષ પરથી ભયનાં માર્યા કેટલાંક પંખી નીચે પડી ગયાં અને જ્યાં જ્યાં તેની કુંકારવનિની અસર થઈ ત્યાં ત્યાં વિષનાં
For Private And Personal Use Only