________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કાલાનુયોગે હુણ, સીથિયન, ગુર્જરોની ભારત ભૂમિ પર સવારીઓ આવી. તેથી નૈગમવેદાગમસંપ્રદાયી ઉપપાણિનિ ઋષિએ તે પુસ્તકને હિમાલયના ગુપ્ત સ્થાનવાળી ગુફા, જે ગુફામાં શ્રી ભદ્રબાહુસ્વામીએ મહાપ્રાણાયામપૂર્વક સમાધિ કરી હતી ત્યાં, ગુપ્ત રાખ્યું.
ત્યાં રહેલા તે પુસ્તકનું દેવ અને ઋષિઓ રક્ષણ કરતા હતા. તે ગુફાની નજીકમાં વિસ્ફલિંગ પાર્શ્વનાથનું દેરાસર છે. તેમાં શ્રી પાર્શ્વનાથની નીલવણ પ્રતિમા છે.
કોલાનુયોગે નગમસંપ્રદાયી એક ગીએ તે પુસ્તક અને મહાવીરગીતા” એમ બે પુસ્તક પ્રચાર કરવા એક ત્યાગીને આપ્યાં. એ ગુપ્ત ત્યાગી છે અને ગુપ્ત ગી છે. તેને વૃત્તાંત પ્રકાશવાની મનાઈ છે. તે ત્યાગીએ હિમાલયમાંથી બને પુસ્તક મેળવ્યાં. તેમાંથી એક ગૃહસ્થ-ત્યાગી મહાવીરચરિત્રની સંસ્કૃત પ્રતિનું ગુર્જરભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે. “મહાવીરગીતા” સંસ્કૃત ભાષામાં છે. બન્નેની પ્રાચીન પ્રતિઓ પર્વતની ગુફામાં ગુપ્ત છે. હવે ભારતવર્ષમાં શાંતિ ફેલાઈ છે અને નૈગમસંપ્રદાયી આચાર્યોની આવશ્યકતા જણાઈ છે. પ્રભુ મહાવીરદેવના બેધની ખરેખરી જરૂર છે, એવું જાણી તેને ગુર્જરભાષામાં અનુવાદ કરવામાં આવ્યા છે. સવિકલ્પ સમાધિથી, માનસિક બુદ્ધિની પ્રેરણાના બળે અન્તરાત્મયોગીએ તેને ઉદ્ધાર કર્યો છે. જેમ જેમ વિશ્વના સર્વ લેકેની યોગ્યતા અને લાયકાત વધતી જશે તેમ તેમ પ્રભુ મહાવીરદેવના ચરિત્ર અને તેમનાં આધ્યાત્મિક સૂકતનું ગુપ્ત રોગીમંડલદ્વારા જ્યાંત્યાં પ્રાકટય થયા કરશે.
शिवमस्तु सर्वजगतः । महावीरदेवस्य शासन जयतु । सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् ।।
For Private And Personal Use Only