________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२०
અધ્યાત્મ મહાવીર
તે પ્રભુના ભક્ત બન્યા. ઋજુવાલુકા નદીના તીરે વિહાર કરતા કરતા પ્રભુ શ્યામાક ખેડૂતના ક્ષેત્રમાં આવ્યા. ત્યાં એક સુંદર મેટું ઘટાદાર શાલવૃક્ષ હતું. તેની નીચે પ્રભુ પધાર્યા. શ્યામાક ખેડૂતે પ્રભુનાં દન કર્યાં. તેણે હજારો વખત પ્રભુ મહાવીરદેવને વંદનનમન-પૂજન કર્યું અને વિનયથી પ્રભુની આગળ બેઠે. પછી તેણે પેાતાનુ` કલ્યાણ થાય એવા ઉપદેશ દેવા વિનતી કરી. શ્યામાક ખેડૂતને ઉપદેશ :
પ્રભુ મહાવીરદેવે કહ્યું, ‘હે શ્યામાક! મન, વાણી અને કાયાની શુદ્ધિથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. ખેતી કરનારાઓ ખેતી કરવા છતાં પ્રભુને હૃદયમાં રાખીને મુક્તિ પામે છે. ગમે તે ધંધા કર્યાં વિના ગૃહસ્થના છૂટકા થતા નથી. ખેતીને ચા ઉત્તમ છે, મધ્યમ વ્યાપાર છે અને કનિષ્ઠ નાકરી છે. મને હૃદયમાં શ્રદ્ધાપ્રેમથી ધારણ કરીને ખેડૂતા ખેતીનુ કા કરવા છતાં મુક્તિ પામે છે. ચેષ્ઠાએ, ક્ષત્રિયા યુદ્ધમાં મૃત્યુ પામતી વખતે મારુ સ્મરણ કરે તે મુક્તિને પામે છે. ચાંડાલા પેાતાના ધંધા કરતાં કરતાં મારામાં લયલીન મની, સ ક થી રહિત થઈ મુક્તિને પામે છે. આર્યો અને અનાર્યા સવે મારું સ્મરણ કરીને મુક્તિને પામે છે.'
શ્યામાકે પૂછ્યું, ‘હે ભગવન્ પરમેશ્વર ! ધર્મ શાસ્ત્રાનુ શ્રવણ-વાચન કર્યા વિના મુક્તિની પ્રાપ્તિ થાય કે કેમ ?’
પ્રભુએ કહ્યું, હું શ્યામાક ! જેઓને મારા પર શ્રદ્ધાપ્રીતિ છે અને મનમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ વારે છે તેઓ ધર્માં શાસ્ત્રાના વાચન કે શ્રવણ સિવાય તથા અનેક પ્રકારની ધમની ક્રિયાએ કર્યાં સિવાય મારું સ્મરણ કરીને, આત્માની શુદ્ધિ કરી મુક્તિપદને પામે છે. મારામાં મન રાખીને વત નારાઓમાં સહેજે આત્મામાં રહેલું જ્ઞાન પ્રકાશે છે. બાહ્યથી ગમે તે ધંધા વગેરે કાર્યા કરવા છતાં અંતરમાં તેએ શુદ્ધ અને છે અને કેવળજ્ઞાનને પામે છે.’
For Private And Personal Use Only