________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુકિતનું સ્વરૂપ
૪૦૯ ફળ થાય છે. મારું શુદ્ધાત્મમહાવીરસ્વરૂપનું ધ્યાન ધરનાર ગમે તે કાળમાં અને ગમે તે યુગમાં, આરામાં, ક્ષેત્રમાં અવશ્ય મુકિત પદ પામે છે.
હે પવિત્ર સતી ગૌરી! તને તારા પૂછવાથી મુકિતનું સ્વરૂપ સમજાવ્યું. તેમાં કોઈપણ જાતની મુકિતનું સ્વરૂપ બાકી રહેતું નથી. મુકિત પામવા માટે ગૃહસ્થ અને ત્યાગી એવા પુરુષ, સ્ત્રીઓ, બાળકો વગેરે સર્વ મનુષ્ય અધિકારી છે.”
પ્રભુ મહાવીરદેવનાં વચનામૃતનું શ્રવણ કરીને ગૌરીદેવી અત્યંત પ્રસન્ન થઈ અને તેણે પ્રભુનું શરણ સ્વીકાર્યું. તે પ્રભુની પરમ શ્રદ્ધાવંત શ્રાવિકા બની. પવિત્ર ગૌરી પ્રભુનું પૂજન-વંદન આદિ કરી પ્રભુની સ્તવના કરવા લાગી કે, “હે પ્રભો ! આપ વિશ્વના પ્રભુ પરમેશ્વર છે. કલિયુગમાં આપના પર પૂર્ણ શ્રદ્ધાપ્રીતિ ધારણ કરીને સેવાભકિત કરવાથી સર્વ જાતીય મનુષ્યની, પશુઓની અને પંખીઓની પણ યથાયોગ્ય મુકિત થાય છે. આપનું શરણ સ્વીકારવાથી ગમે તેવા પાપીઓની પણ મુકિત થાય છે. હે પ્રભો ! આપે મુકિતની પ્રાપ્તિ માટે રાજયોગ અને સેવાભકિતને મુખ્યતા આપી છે.
હે પ્રભો ! આપ ઓગણત્રીસમા અને ત્રીસમા વર્ષમાં મેટા ભાઈના આગ્રહથી ગૃહસ્થાશ્રમમાં રહ્યા. કાયોત્સર્વાવસ્થામાં રહેતા આપની તે અવસ્થાની પ્રતિમા, જેની પ્રતિષ્ઠા કપિલ કેવલીએ કરી છે, તેને સિન્ધ-સૌવીર દેશના ઉદયન રાજર્ષિ અને તેની રાણી પ્રભાવતી પૂજે છે. આપની ગૃહસ્થાશ્રમની પ્રતિમા બનાવીને અને તેની કપિલ કેવલી પાસે પ્રતિષ્ઠા કરાવીને અમે તથા શૌર્ય પુરવાસી લકે તેને પૂજીએ છીએ. હે પ્રભો ! આપની ગૃહસ્થાશ્રમની અને ત્યાગાવસ્થાની પ્રતિમાનું પૂજન સર્વત્ર ભારત દેશમાં અને સર્વ આર્ય ઘરમાં થઈ રહ્યું છે.
“હે પ્રભો ! આપને શ્રદ્ધાપ્રીતિથી હદયમાં ધારણ કરીને પ્રભુરૂપે દેખવા તે ઈહલોકમુકિત છે.
For Private And Personal Use Only