________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
અધ્યાત્મ મહાવીર જ ફકત મસ્ત બને છે અને અંતરમાં મુકિતને વેદે છે. કેટલાક મહાભાઓ મારા અનેક જાપ જપીને મુકિતની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. કેટલાક ત્યાગી મહાત્માઓ વ્રત, તપ, સંયમ વગેરેથી મુક્તિની સાધના સાધે છે. મુક્તિ માટે વેષ, ક્રિયા કે આચારની ખાસ મુખ્યતા નથી. ગમે તે વેષ, લિંગ કે આચાર વડે કદાગ્રહરહિત આત્મજ્ઞાનીઓ ધ્યાન ધરીને જીવતાં મુક્તિને પ્રગટાવે છે. જીવતાં જેઓ મુકિતને પામે છે તેઓ જન્મ, જરા અને મૃત્યુના દુઃખથી મુકત થાય છે.
“ગૃહસ્થાશ્રમમાં, ત્યાગાશ્રમમાં, બ્રહ્મચર્યાશ્રમમાં તથા અન્ય ગમે તેવા આશ્રમમાં રહેનારની મુકિત થાય છે. સર્વ દિવસ અને સર્વ રાત્રિઓમાં તથા ગ્રહણવખતે પણ સર્વ પર્ય કે અનાર્ય દ્વિીપ, સમુદ્ર વગેરે સ્થળોમાં આત્માઓની શુદ્ધાત્મભાવથી મુકિત થાય છે. મારા ઉપદેશ પ્રમાણે આત્મજ્ઞાન-ધ્યાનની પ્રાપ્તિ કરનારાઓની સર્વ ધર્મપત્થામાં રહેવા છતાં સમભાવે અવશ્ય મુકિત થાય છે. મારામાં જે ભક્તોની શ્રદ્ધાપ્રીતિ છે તેઓની મુકિત અવશ્ય થાય છે. ત્યાગી મહાત્માઓની સેવાભકિત અભેદભાવે કરવી. જે ત્યાગી મહાત્માઓ અને ગૃહસ્થ ભક્તો મારું ધ્યાન ધરતા હોય અને સમાધિમાં જીવન ગાળતા હોય તેઓની ભકિતસેવામાં સમર્ષાઈ જવાથી એક ક્ષણમાત્રમાં મુક્તિ થાય છે. દુનિયાના સર્વ દ્વીપ, ખંડ, પર્વત, સાગર, નદી, વન, સરોવર, નગર, પુર, ગામ વગેરે સ્થળોમાં અનેક ભિન્ન ભિન્ન વેષ, કિયા અને આચારથી યુકત ત્યાગીઓ અને ગૃહસ્થો મારી સેવાભકિત કરવાથી, મારું ધ્યાન ધરવાથી, એકબીજામાં મને દેખવાથી અને પ્રભુજીવને જીવવાથી અવશ્ય તદુભવમાં મુકિત પામ્યા છે અને પામશે. જે કંઈ કરે તે મને અર્પણ કરનારા જ્ઞાની, યોગી અને ગૃહસ્થ અવશ્ય મુકિતપદને પામે છે.
કલિયુગમાં અ૫ ધર્મ કરતાં તથા ધ્યાન ધરતાં ઘણું
For Private And Personal Use Only