________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિનું સ્વરૂપ
૪૦૭ આત્માની સંપૂર્ણ શકિતઓને પ્રકાશ કરે એ મુકિત છે. જેને જેવા પ્રકારની મુકિત રુચે છે તે એ માટે પુરુષાર્થ કરે છે. જે રુચે છે તેને આદરે છે અને જે નથી રચતી તેની ઉપેક્ષા કરે છે. સર્વ જીવોને એકદા એક જ મુકિત રુચતી નથી અને તે એક જ મુકિતની ક્રિયા કરતા નથી. તેથી મારા ભકત ત્યાગી સાપેક્ષબુદ્ધિથી તરતમયગે મુકિતના અભિલાષીઓને તરતમયેગવાળી મુકિત દર્શાવે છે અને અનુક્રમે આગળ ચઢાવે છે. સર્વ પ્રકારની મુકિતઓના વેદન પછી છેવટની પૂર્ણ મુકિતની ઈચ્છા થાય છે અને સર્વ પ્રકારની શુભાશુભ ઇચ્છાઓ સહેજે શમતાં અને ટળતાં પૂર્ણ મુકિત પ્રગટે છે. મુક્તિના સાધકો :
પૂર્ણ મુકિત માટે અનેક મહાત્માઓ, ઋષિઓ અને તપસ્વીઓ આત્મમહાવીરની ધ્યાનસમાધિમાં મસ્ત રહે છે. મુકિત માટે અનેક કષિઓ હિમાલયાદિ પર્વતની ગુફાઓમાં ધ્યાન ધરે છે અને ફળ વગેરેને શુદ્ધ સાત્ત્વિક આહાર કરે છે. અનેક યોગીઓ પર્વતના શિખર પર વસે છે અને મારી આજ્ઞા પ્રમાણે ધ્યાન ધરે છે. કેટલાક સમુદ્ર અને નદીપટ પર વાસ કરે છે, કેટલાક યોગીઓ વનમાં વાસ કરે છે અને ત્યાં ફલાદિકથી શરીરનું પિોષણ કરે છે. મહાત્મા ત્યાગીઓને મુકિતનું જ એકમાત્ર લક્ષ્ય હોય છે. તેઓ આત્મજ્ઞાનથી આત્મમહાવીરમાં ધ્યાન રાખે છે, ખાવાપીવા વગેરેની ક્રિયાઓ જે જે કાળે જે જે આવશ્યક લાગે તે કરે છે, પણ તેઓ મારામાં ખાસ ચિત્ત રાખીને વર્તે છે.
આત્મમહાવીરનું ધ્યાન ધરનારા જાહેરમાં અને ગુપ્ત અનેક મહાત્માઓ છે. કેટલાક મહાત્માઓ જ્યાંત્યાં ફરતા ફરે છે. કેટલાક મહતમાઓ મારા ધ્યાનનો ઉપદેશ આપે છે. કેટલાક મહાત્માઓ કર્મવેગને આદરે છે. કેટલાક મહામાઓ અનેક પ્રકારના દ્વીપમાં વાસ કરે છે. કેટલાક મહાત્માઓ ધર્મ શા વગેરેમાં નિરપેક્ષ બની ને શુદ્ધાત્મમહાવીરના ઉપયોગમાં
For Private And Personal Use Only