________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
અધ્યાત્મ મહાવીર શુદ્ધાત્મા જ મુક્ત છે. આત્મામાં જે જે અંશે રમણતા થાય છે તે તે અંશે મુક્તિ છે. શુદ્ધાત્માથી ભિન્ન મુક્તિ નથી. આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થવું તે મુક્તિ છે. આત્મજ્ઞાનથી મુક્તિ છે. આત્મજ્ઞાનથી, ઉપયોગી સુખકારક જે કિયા લાગે તે નિર્લેપપણે કરવી. અજ્ઞાનનો નાશ કરવા જ્ઞાનીઓની સંગતિ કરવી. હે પવિત્ર સતી ગૌરી ! મુક્તિના અનેક ભેદ છે તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી.
એક મનુષ્યના શરીરને શત બંધનથી બાંધ્યું હોય. તેમાંથી: જેટલાં જેટલાં બંધનોનો તે તે વિછેદ કરે છે તે અંશે તેની મુક્તિ છે અને સંપૂર્ણ બંધનોનો નાશ કરે ત્યારે સંપૂર્ણ મુક્તિ છે.
“એક મનુષ્ય હજાર ગાઉ ચાલીને ઈષ્ટ નગરમાં પ્રવેશ કરવાનો હોય છે. તો તે હજાર ગાઉમાંથી જેટલા ગાઉ ચાલી. શકે તેટલા અંશે તેની મુક્તિ છે, અને સહસ ગાઉ પૂર્ણ કરતાં અને સ્વષ્ટ નગરને પ્રાપ્ત થતાં સંપૂર્ણ મુક્તિ છે. સીડીનાં ચૌદ પગથિયાં ચઢીને મહેવા પર જવાનું હોય. તેમાંથી જેટલાં પગથિયાં ચઢવામાં આવે તેટલા અંશે મુકિત છે. અને ચૌઢ પગથિયાં ઉલ્લંધી મહેલ પ્રાપ્ત કરતાં સંપૂર્ણ મુક્તિ છે. જે જે અંશે આત્માનંદ અનુભવાય છે તે અંશે આત્માની મુક્તિ છે. આત્માને મૂકીને આત્માની બહાર ઊંચે, નીચે કે આડીઅવળી મુક્તિ નથી. આભાની બહાર જડ વસ્તુમાં મુક્તિ રહેતી નથી. કર્મોના ઉપશમભાવમાં, ક્ષેપશમભાવમાં અને ક્ષાયિક ભાવમાં મુક્તિ છે. પરતંત્રતાથી મુક્ત થવું તે મુક્તિ છે. દ્રવ્યમુક્તિથી ભાવમુક્તિની પ્રાપ્તિ થાય છે. બાહ્યમાં સ્વતંત્રતા પ્રાપ્ત થવી તે બાહ્યમુક્તિ છે અને આત્માનું સ્વતંત્ર શુદ્ધ થવું તે આધ્યાત્મિક મુકિત છે. આત્માની જે જે અંશે શુદ્ધતા તે તે અંશે આત્માની મુકિત છે. જ્ઞાનીઓ, ધીર, નિર્મોહીઓ મુકિતને પ્રાપ્ત કરે છે. નિર્બળ મનુષ્યો બાહ્ય અને આધ્યાભિક મુકિતને પ્રાપ્ત કરી શકતા નથી.
For Private And Personal Use Only