________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫
મુકિતનું સ્વરૂપ અઘાતી પ્રારબ્ધ કર્મને શેષ ભેગ કરે છે. તે સમભિરૂઢનક્ત સયોગીકેવલી મુકિત જાણવી. જે ચરમ ચતુર્દશ ગુણસ્થાનક-ભૂમિમાં મન, વાણી, કાયાના સંપૂર્ણ યોગને ક્ષય કરે છે તે અગીકેવલી મુક્તિ જાણવી.
એવંભૂતનયદષ્ટિવાળી મુક્તિમાં પાંચ પ્રકારનાં શરીર આદિ પુદ્ગલના તાબે શુદ્ધાત્મા રહેતો નથી, તથા તેમાં મુક્તિથી પુનરાવૃત્તિ નથી. સમભિરૂઢનયદષ્ટિવાળી મુક્તિમાંથી પણ પાછા ફરવાનું થતું નથી. શબ્દનવેદષ્ટિવાળી મુકિત પ્રાપ્ત થયા પછી જઘન્યથી અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ અરૂપી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
“હે પવિત્ર ગૌરી સતી ! એવંભૂતકથિત મુક્તિ આદિઅનંત છે અને તે શુદ્ધોપાગમય છે. વ્યાવહારિક નયદષ્ટિવાળી અનેક મુક્તિઓ સાદિ અને સાંત છે, એમ નય સાપેક્ષાએ જાણ.
“હે ગૌરી! આત્મા એ જ મહાવીર છે. આત્મમહાવીરનાં સમ્યગ્દર્શન થવાં તે સાક્ય સ્વ-સ્વરૂપદર્શનમુક્તિ છે. આત્મા સ્વયં મહાવીર પ્રભુને દેખે, મહાવીર સ્વયં મહાવીરને મહાવીર વડે દેખે તે અનંતદર્શનમુક્તિ છે. મહાવીર સ્વયં મહાવીરસ્વરૂપને અનુભવે અને જડ સ્વરૂપના મેહથી વિરમે તે સ્વરૂપમુક્તિ છે. આત્મમહાવીરની પાસે મન રહે અને આત્મામાં જ મુક્તિ વેદાય—અનુભવાય તે સામીપ્યમુક્તિ છે. તે અપેક્ષાએ અભ્યન્તર મુકિત છે. મુક્ત અને મુક્તિને અભેદ અનુભવાય તે અભેદમુક્તિ છે. શુદ્ધાત્મા કેવળજ્ઞાનીની સાથે જ્યાં સુધી મન, વચન અને કાયાનો વ્યાપાર રહે ત્યાં સુધી સગી મુકિત છે અને ત્રણ વેગથી રહિત સ્વયં શુદ્ધાત્મમહાવીર તે નિગી મુકત જાણવા.
“સર્વ જે દુઃખમાંથી મુકાવાનું ઇચ્છે છે તેથી સર્વ જીવોને મુક્તિ પ્રિય છે. સર્વ પ્રકારનાં શારીરિક, માનસિક દુઃખોથી મુક્ત થવું તે મુક્તિ છે. પથ્થરની પેઠે જડ જેવી પુક્તિ નથી. અશુભ ભાવથી મુક્ત થનારાઓ આત્મિક મુક્તિના અધિકારી બને છે.
For Private And Personal Use Only