________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિનું સ્વરૂપ
૪૦૩
આવ્યા. અને નમન-દન કરી કહેવા લાગ્યા કે વેદોકત ક– કાંડ, સદા કરવાં એવું અમારું મંતવ્ય છે. સદા કમ કાંડ કરવાથી સ્વર્ગ મળે છે, પણ મુકિત મળતી નથી, માટે મુક્તિ નથી એવા પેાતાને મત જણાવ્યેા. તેઓને મે જણાવ્યુ કે મુકિત માટે વેદોકત કક્રિયાની જરૂર નથી. આત્મજ્ઞાનથી મુકિત થાય છે. યજ્ઞની ક્રિયાથી મનુષ્યગતિ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મારી વ્યવહાર પૂજાભક્તિ માટે હિંસાદિ દોષસહિત કક્રિયાથી સ્વર્ગ મળે છે અને હિંસાદિ દોષરહિત ક્રિયાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. સ્વને કેટલાક લેાકેા વ્યવહારથી મુક્તિ માને છે. સર્વ પ્રકારની ક્રિયારહિત એવી શુદ્ધાત્મસ્વરૂપ મુક્તિમાં પૂર્ણ જ્ઞાનાનંદ છે. ત્યાં ખાદ્ય કર્મોક્રિયા નથી. પશુને યજ્ઞમાં હેામવાની માન્યતાવાળાએ એધ' પામીને પશુયજ્ઞથી નિવૃત્ત થયા.
- હું ગૌરી સતી ! યજ્ઞવેદિકા પર પશુઓને લાવી તેને જીવતાં હામનારાઓ અજ્ઞાની છે. એવી કમકાંડીઓની હિંસક જડ માન્યતાથી કેાઈની મુક્તિ થઈ નથી અને ભવિષ્યમાં એવી માન્યતાવાળી પ્રવૃત્તિથી કેાઈની મુક્તિ થનાર નથી. દેહુ છતાં વીતરાગદશાની પ્રાપ્તિ થવી અને મેાહાધ્યાસથી મુક્ત થવું તે જીવન્મુક્તિ છે.
ઋજુસૂત્રનયની દૃષ્ટિએ દેહમાં આત્મા સ્વયં વર્તામાનમાં વતા આત્મસુખનો અનુભવ કરે છે. તે ઋનુસૂત્રનયની દૃષ્ટિએ મુક્તિ છે. પુણ્યયેાગે શાતાવેદનીય સુખ કરતાં આત્મસુખને અનુભવ જુદા પ્રકારને છે. વિષયાના સંબધે જે સુખ થાય છે તે શાતાવેઢનીયસુખ છે અને દેહ તેમ જ વિષયાના સંબંધ વિના આત્માનુભવ કરતાં જે સુખને સાગર એકદમ ઊછળે છે તે આત્મસુખ છે. આનંદ તે જ સુખ અને સ્વરાજ્ય છે. વિષયાની ઇચ્છાથી સુખની આગળ અને પાછળ અત્યંત દુ:ખ, રાગ અને સંકટના સાગર છે. વત માનમાં સભ્યજ્ઞાન પ્રગટતાં અને નિરુપાધિ
For Private And Personal Use Only