________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧.
મુક્તિનું સ્વરૂપ જ્ઞાનની સાથે રાગદ્વેષનું પરિણમન હોય છે. તેથી રાગદ્વેષથી મિશ્ર એવા જ્ઞાનથી વૈર, કલેશ, દુઃખાદિ પ્રગટે છે. જેમાં રાગ, દ્વેષ કે અજ્ઞાન નથી તેવા શુદ્ધ જ્ઞાનથી કોઈપણ જાતનું દુઃખ પ્રગટતું નથી, પરંતુ તેવા જ્ઞાનથી સર્વ પ્રકારનાં દુઃખોનો મોક્ષ થાય છે. સર્વ પ્રકારના દુઃખાદિ દોષને નાશ કરનાર જ્ઞાન છે. જ્ઞાનના ભેગા કષાયે હોય છે તો જ દુઃખ પ્રગટે છે, ઇત્યાદિ સર્વ સત્ય તેઓના સમજવામાં આવ્યું તથા શુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ જ્ઞાનનો ભેદ તેઓ સમજ્યા અને મારા ભકત બની, સત્ય મુકિત માનવા લાગ્યા. હે ગૌરી સતી ! એ પ્રમાણે અજ્ઞાનવાદીઓનું સ્વરૂપ જાણ.
કેટલાક અકિયાવાદીઓ મારી પાસે આવ્યા અને પોતાની માન્યતા જણાવવા લાગ્યા કે આત્માને કર્મ લાગતું નથી. કર્મ એ સ્વજન્ય ભ્રમ સમાન અસત્ છે. આત્મા કોઈથી બંધાતો નથી, તે પછી મુક્તિ તે ક્યાંથી સંભવે? આત્મા અક્રિય છે. તેને ક્રિયા, ઉદ્યમ, પુરુષાર્થ જે મુક્તિ માટે કરવામાં આવે છે તેની સિદ્ધિ થતી નથી. એવા અક્રિયાવાદીઓને મેં દિવ્ય જ્ઞાનની દષ્ટિ આપી. તેથી તેઓએ અનાદિકાળથી આત્મા અને કર્મ એ બેનો સંગ સ્વીકાર્યો અને કર્મથી મુક્ત થવા જ્ઞાન-દર્શન ચારિત્રની ક્રિયાની જરૂર છે એમ સ્વીકાર્યું. જે જે દુઃખ છે તે અનુભવમાં આવે છે. દુઃખનું કારણ કર્મ છે. રાગદ્વેષાદિક ભાવકર્મ છે. કર્મને નાશ થવાથી આત્મામાં સત્ય સુખ પ્રગટે છે. કર્મસહિત શરીરધારક આત્મા સક્રિય છે, અને કર્મના સંગથી રહિત આત્મા કર્મક્રિયાની અપેક્ષાએ અકિય તેમ જ સ્વપર્યાના ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ અરૂપી એવી ક્રિયા સહિત છે. આત્માની સાથે કર્મ બંધ છે અને કર્મના બંધથી રહિત થવું તે મુક્તિ છે એમ તેઓએ સભ્યપણે જાણ્યું અને ક્રિયાવાદીપણું અપેક્ષાએ સ્વીકારી સર્વ કર્મથી રહિત શુદ્ધ પૂર્ણા– નંદમય મુકિતને માનવા લાગ્યા
૨૬
For Private And Personal Use Only