________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
અયાત્મ મહાવીર કેટલાક ઋષિઓ જ્ઞાનાભાવને મુક્તિ માને છે, પણ તે સત્ય નથી. જ્ઞાનના અંશ અને આનંદના અંશમાં અંશ નય– નગમકલ્પનાએ અંશે મુકિત છે, પણ જ્ઞાન વિનાની મુકિત માનવી તે જેલ કરતાં પણ અધિક જડ મુક્તિ છે. એવી મુકિત છે જ નહીં. એવી જ્ઞાન વિનાની મુકિત માનનારા ઋષિઓને મેં પ્રતિબોધ આપે છે અને તેઓએ સત્ય મુકિતનું સ્વરૂપ સ્વીકાર્યું છે. તેઓ મારા ભકત બન્યા છે.
“કેટલાક અજ્ઞાનવાદીઓ અજ્ઞાનમાં મુકિત માનતા હતા અને લોકોની આગળ અજ્ઞાનરૂપ મુકિત છે એવી પ્રરૂપણું કરતા હતા. તેઓ એમ જાણતા હતા કે જ્ઞાનથી અહંકાર ઉત્પન્ન થાય છે. તેથી ગુણ-અવગુણ, દેષી–અદેશી, શત્રુમિત્રની બુદ્ધિ પ્રગટે છે. તેથી વિશ્વમાં ક્લેશ, મારામારી, ઝઘડો, ખૂન, યુદ્ધ, અશાંતિ, રાગદ્વેષ પ્રગટે છે. જ્ઞાનથી અનેક પ્રકારનાં શાસ્ત્રોની રચના થાય છે અને તેથી સત્ય-અસત્ય, ધર્મ – અધર્મના ભેદ તેમ જ કલેશ અને મતમતાંતર ઉત્પન્ન થાય છે. તેથી વિશ્વના લેકમાં ધર્મ, દર્શન અને પત્થના અનેક ભેદ પ્રગટે છે. પરિણામે ભિન્ન ભિન્ન ધમીઓ પરસ્પર ધમભેદે અનેક ધર્મયુદ્ધ કરે છે અને પરસ્પર ભિન્ન ભિન્ન ધર્મવાળા મનુષ્યોને શત્રુઓ કલ્પી લે છે. તેથી મનુષ્યને સ્વમમાં પણ અશાંતિ, દુઃખ અને કલેશ રહે છે. માટે જ્ઞાનનો અભાવ થતાં ખરી શાંતિ અને સુખ થાય છે. અજ્ઞાનવાદીઓ જમેલા લઘુ બાળકમાં અજ્ઞાન માને છે અને કહે છે કે તે અજ્ઞાની છે તેથી તેનામાં શાંતિ અને અભેદભાવ છે. તેના પર સર્વ લેકોને પ્રેમ રહે છે. તે કેઈને દુશમન કે વૈરી જાણતું નથી તેથી તેને શત્રુઓ પણ ચાહે છે અને તેને રમાડે છે. એવી અજ્ઞાનવાદીની માન્યતા છે. એવી માન્યતાવાળા ઘણું અજ્ઞાનવાદીઓ મારી પાસે આવ્યા હતા. તેઓને મેં દિવ્ય દૃષ્ટિ આપી, તેથી તેઓ જાણી શક્યા કે નિર્મળ જ્ઞાન અને આનંદરૂપ મુકિત છે.
For Private And Personal Use Only