________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
મુક્તિનું સ્વરૂપ
કેટલાક લેકે પ્રભુની પાસે અમુક કાળ પર્યત વસવું તેને મુકિત માને છે, તે પણ જ્ઞાનીને સાપેક્ષ દષ્ટિએ અંશે સત્ય છે. આત્મા સ્વયં સર્વ કર્મોથી રહિત થાય છે ત્યારે જ પૂર્ણ મુકત થાય છે, અને તે આત્મા જ પરમેશ્વર બને છે. કર્મના સંશ્લેષથી યુક્ત આત્માની મુકિત તે સંલેષિત વ્યવહાર મુકિત છે. અસદૂભૂત મુકિત તે જડના પર્યાયે માં મુકિતને આરેપ કરે. જ્યાં સુધી અસદ્દભૂત દષ્ટિવાળો જીવ હોય છે ત્યાં સુધી તે તેવી અસભૂત મુક્તિને માને છે. પશ્ચાત્ સદ્ભૂત નયની દૃષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મામાં મુક્તિ છે એમ જીવે સમજી શકે છે. જે જીવની જેટલી યોગ્યતા હોય કે જેટલી દષ્ટિ ખીલી હોય તેટલા પ્રમાણમાં સાપેક્ષપણે મુક્તિનું સ્વરૂપ બતાવીને તેઓને ઉત્સાહિત અને પુરુષાથી કરવા. જેની
ગ્યતા પ્રમાણે મુકિતના વ્યવહારની આરેપિત દષ્ટિએ મુકિતનાં અનેક સુખમય પ્રતીકે કલ્પીને બતાવવાં અને છેવટે પૂર્ણ સત્ય સદ્ભૂત એવંભૂતનયની દષ્ટિની મુકિત દર્શાવવી.
“અજ્ઞાની જીવને જેમ જેમ જ્ઞાન થાય છે તેમ તેમ તે ઉપચારવાળી મુકિતથી અપચારિક મુકિતની જિજ્ઞાસા તરફ આગળ વધે છે. આત્મામાં અનંત સુખને જેઓને નિશ્ચયાનુ ભવ થતો નથી તેઓને જડ વસ્તુઓના ભાગમાં મુકિત લાગે છે. સાપેક્ષ જ્ઞાનીએ શરીર દ્વારા સુખ ભોગવવામાં મુકિત માનનારા અજ્ઞાનીઓને હળવે હળવે સત્ય મુકિત પ્રતિ વાળવા મુકિતના ઉપચારવાળાં પ્રતીકે, કે જે અસલ મુકિતના પ્રતિનિધિ તરીકે અસભૂત હોય છે, તેઓને મુકિત તરીકે બતાવીને અજ્ઞાનીઓને જ્ઞાનમાર્ગ તરફ વાળી, છેવટે સત્ય મુક્તિના નિશ્ચય પર લાવીને મૂકે છે.
સાપેક્ષ નયની દષ્ટિએ મુકિતના જડચેતનયુક્ત પદાર્થોમાં પ્રતીકે ક૯પવામાં સાપેક્ષ અસદ્દભૂત સત્ય અંશે અંશે વ્યવહાર નયની દ્રષ્ટિથી જાણવું.
For Private And Personal Use Only