________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
અધ્યાત્મ મહાવીર નિગમનયની અપેક્ષાએ વ્યાધિ, સંકટ, ઉપાધિથી મુકત થવું તે મુકિત છે, અથવા મુકિતનાં અંશે અંશે સાધને અંગીકાર કરવા તે સાધનમાં મુકિતના આરેપની મુકિત છે. શુભાવતારે પામવા તે ગમનયની દષ્ટિએ મુક્તિ છે.
સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ સર્વાત્માઓને એકાત્મા માની તેનું ધ્યાન ધરવું અને નામરૂપની યાદી ભૂલી જવી, આત્મસત્તામાં ઉપગ રાખી લયલીન થઈ જવું અને આત્મસત્તાને વ્યાપક માની સત્તાજ્ઞાનમાં જ મુક્તિ માનવી તે આપક્ષ દષ્ટિએ સંગ્રહનયમુક્તિ છે.
“વ્યવહારનયની દષ્ટિએ મુક્તિના અનેક પ્રકારના ભેદ પડે છે. જે જીવ જે પ્રકારની મુક્તિની રુચિને લાયક હોય છે તેની આગળ તેવી મુક્તિની રુચિને ઉપદેશ કરે અને છેવટે એવંભૂતનયદષ્ટિની મુક્તિને ઉપદેશ કરે. સર્વ પ્રકારનાં પાપકાર્યોથી મુક્ત થવું તે અશુભથી મુક્તિ છે. સર્વજાતીય પાપના વિચારોથી મુક્ત થવું તે પાપવિચારથી મુક્ત થવાની મુક્તિ છે. પુણ્યમાં મુક્તિ માનવી તે શુભ મુક્તિ છે. સ્વર્ગોમાં જવું તે અપેક્ષાએ પાપથી છૂટવું અને પુણ્યકર્મનો ભોગરૂપ મુક્તિ છે. જેઓ આત્મસુખના અનુભવી થયા નથી તેવા સામાન્ય બાલ જીવો દેવલોકમાં ગમનરૂપ મુક્તિને કે વૈકુંઠની મુકિતને માનીને ત્યાં જ વિરામ પામે છે. કેટલાક અમુક દેવલોકના દેવને ઈશ્વર માની તેની પાસે જવામાં મુકિત માને છે. વ્યવહારયની દૃષ્ટિથી જે જે મુકિતઓ છે તે આરેપિત, ઔપચારિક, કર્મ– સંગી મુકિતઓ છે. તેવી મુક્તિઓમાંથી પાછા અવતરવું પડે છે. વ્યવહારનયની અનેક ઔપચારિક દૃષ્ટિઓની અનેક ઉપચરિત મુકિતઓને માનનારા અનાદિકાળથી અને અનંતકાળ પર્યત અનેક જીવો રહેશે. તેઓ સર્વે આત્મજ્ઞાન પામીને સદ્દભૂત મુકિતને છેવટે માનશે અને તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરશે.
For Private And Personal Use Only