________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૯ પ્રગટે છે. શુકલયાનમાં રાગદ્વેષના પરિણામની ઘણું મંદતા અને છેવટે બિલકુલ અભાવ હોય છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં પરિણમનારાએ શુકલધ્યાનના ચાનારા છે. શુકલ યાનમાં મનને સંબંધ છે. ધર્મસ્થાનમાં પણ મનને સંબંધ હોય છે. ઉત્કૃષ્ટ શુકલ ધ્યાનના અંતમુહૂર્ત પરિણામથી આત્મા સ્વયં પરમાત્મા બને છે અને અનંત ભવનાં નિકાચિત કર્મોને કાચી બે ઘડીમાં નાશ કરે છે. અંતમુહૂર્તમાં આત્મામાં એટલે બધે વર્ષોલ્લાસ પ્રગટે છે કે તે વડે અનંત જીવોનાં કર્મો પણ જે તે ભેગાં આવી જાય તો તેઓને પણ તરત નાશ થઈ જાય. શુકલધ્યાનમાં આત્મા અને પરમાત્માનું ભેદચિંતન રહેતું નથી. આત્મા એ જ પરમાત્મારૂપ ભાસે છે. શુકલધ્યાની એ જ્ઞાની એક શ્વાસચવાસમાત્રમાં સર્વ ઘાતી અને અઘાતી કર્મને ક્ષય કરે છે.
“શુકલધ્યાનના ચાર પાયા છેઃ પૃથકવિવર્ક સપ્રવિચાર એકવિતર્ક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, ઉચ્છિન્નક્રિયાનિવૃત્તિ. શુકલધ્યાનમાં મનમાં તર્ક થાય છે, પણ તે આત્માને ગુણપર્યાયના ભેદભેદસંબંધી વિચારો જ હોય છે. આત્મામાં એત્વ, નિર્વિકલ્પ ધ્યાનરૂપ શુકલધ્યાન પ્રગટતાંની સાથે કેવળજ્ઞાન પ્રગટે છે. ઉત્કૃષ્ટ શુકલધ્યાનમાં આત્માના ગુણપર્યાયોને આત્માની સાથે અભેદભાવ વર્તે છે. અર્થાત્ આત્મા અને તેના ગુણપર્યાયો સંબંધી અનેક કે ભેદત્વભાવ સંબંધી વિચાર પ્રગટતે નથી.
આત્માની સત્તામાં જ્ઞાનને ઉપગ–એકત્વભાવ રહે છે, પરંતુ રાગદ્વેષ સંબંધી મનના સંકલ્પ-વિકલ્પ રહેતા નથી; નય, નિક્ષેપ, સપ્તભંગી, ગુણપર્યાય સંબંધી સંકલ્પ-વિકલ્પ ઊઠતા નથી. એવું ઉત્કૃષ્ટ ધ્યાન અંતર્મુહૂર્તની અવધિવાળું છે. એટલા અંતર્મુહૂર્તના સમયમાં સાતમાં અપ્રમત્તગુણસ્થાનકથી તેરમાં સગી કેવલી ગુણસ્થાનક સુધીની સ્થિતિ પ્રાપ્ત થાય છે અને આત્મા સર્વજ્ઞ પરમાત્મા બને છે. શુકલધ્યાનમાં બાહ્ય
For Private And Personal Use Only