________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
અધ્યાત્મ મહાવીર પ્રરૂપું છું. જ્યાં સુધી આત્મા ઔપચારિક અનેક પ્રકારના ધર્મોમાં આત્મધર્મ માને છે ત્યાં સુધી તે મેહી છે અને જ્યારે શુદ્ધ આત્મધર્મને આત્મધર્મ તરીકે અનુભવે છે. અને ઔપચારિક અસધર્મોને વ્યવહારદષ્ટિથી જાણે છે ત્યારે તે બને પ્રકારના ધર્મને જાણવા છતાં, સ્વાધિકારે પ્રવર્તવા છતાં અને કર્તવ્યકર્મો કરવા છતાં નિર્મોહ રહે છે. આત્માના સભૂત. ધર્મનું અને આત્માને કર્મસંયોગજન્ય અદ્ભુત ઔપચારિક ગુણધર્મોનું ચિંતવન કર્યાથી શુકલધ્યાનની પ્રાપ્તિ થાય છે. સદુધર્મને આધાર આત્મા છે અને અસદુધર્મને આધાર કર્મયોગી આત્મા, મન અને દેહ છે. સદુધર્મની પ્રાપ્તિ થવા. છતાં પણ બાહ્ય લૌકિક આવશ્યક અસદુધર્મને વ્યવહારથી આચરવા પડે છે તથા ઉપદેશવા પડે છે. અસત્ આરોપિત વ્યવહાર ધર્મોને કરવા છતાં આત્મા સદ્ધધર્મને પ્રકાશ કરે છે.. મન-વાણ-કાયાની પ્રવૃત્તિઓ તે અસધર્મ છે અને રાજ્યાદિક પ્રવૃત્તિઓ પણ અસદુધર્મ છે, તે પણ સ્વાધિકાર પ્રમાણે વિવેકપૂર્વક તે સેવવા પડે છે. પરંતુ ચાનીઓને તેમાં ધર્મની બુદ્ધિ રહેતી નથી, તેથી તેઓ નિર્લેપ રહે છે.
આત્મજ્ઞાનીઓ આત્મધર્મના ઉપયોગે રહે છે અને બાહ્ય લૌકિક કર્તવ્યોને કરે છે. ધર્મધ્યાન પછી શુકલ યાનની પ્રાપ્તિ થાય છે. ધર્મધ્યાનીઓને દેવલોકની અને મનુષ્યલેકની પ્રાપ્તિ થાય છે. શ્રાવકધર્મ, ગૃહસ્થધર્મ અને ત્યાગી ધર્મના સદાચારોનો અને સદ્દવિચારોને ધર્મમાં અને ધર્મધ્યાનમાં સમાવેશ થાય છે. રાત્રીમાં અને દિવસમાં ગમે તે વખતે ધર્મધ્યાનના વિચારો પ્રગટે છે. અપ્રમત્તગુણસ્થાનકરૂપ સાતમી ભૂમિકા પર્યત ધર્મસ્થાન છે. તદુપરાંત શુકલ યાન છે. શુકલધ્યાન:
આત્મજ્ઞાનીઓ શુકલયાનના અધિકારી છે. આત્મધર્મનું ધ્યાન ધરતાં ધરતા છેવટે શુકલધ્યાનના શુદ્ધ પરિણામ.
For Private And Personal Use Only