________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
અધ્યાત્મ મહાવીર છે. મારા પ્રરૂપેલાં સૂક્ષ્મ ત ન સમજાય તો તેની શ્રદ્ધા કરવી અને તેઓને શ્રદ્ધાથી સત્ય માનવાં, પરંતુ તેમાં શંકા કે સંશય કરવો નહીં. અનેક પાખંડીઓના સમાગમમાં આવતાં મારા પ્રરૂપેલા ધર્મની આજ્ઞાથી ભ્રષ્ટ થવું નહીં. મારી આજ્ઞા પ્રમાણે વર્તનારાં શૂ ક, સ્ત્રી, બ્રાહ્મણ અને ઋષિ વગેરે સર્વની એકસરખી રીતે મુક્તિ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે વર્તતાં. કષાયે થાય છે તે પ્રશસ્ય કવાયરૂપે પરિણમે છે અને તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય અને તીર્થંકરાદિ પદવીઓની પ્રાપ્તિ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે વર્તતાં સર્વ લેકોને તરતમયેગે યાન છે..
મારા ઉપદેશને જેઓ જાણે છે તેઓ દ્રવ્ય-ભાવથી, અપાયોના સમૂહને જાણી શકે છે અને આત્માથી ભિન્ન જડ વસ્તુઓના સંગ કે વિયેગમાં સુખ અથવા દુઃખની કલ્પના કરતા નથી. શુદ્ધ નિશ્ચયદષ્ટિએ અપાય છે જ નહીં. વ્યવહાર દષ્ટિથી વર્તનારાઓને અપાય છે. અપાયના સમૂહને અપાય જાણ. ધર્મસ્થાનીઓ અપાયના સમૂહને વિચાર કરીને અપાયને નાશ કરવા શુદ્ધોપયોગરૂપ પુરુષાર્થને ગ્રહે છે. આત્માના શુદ્ધોપયોગથી મનમાં લાગતા સર્વ પ્રકારના અપાયોનો વિલય થાય છે. મનની દષ્ટિએ અપાય છે અને આત્માની દષ્ટિએ અપાય નથી. આત્માને જડ વસ્તુ થકી કદી અપાય થતું નથી—એમ શુદ્ધ પગમાં નિશ્ચય થાય છે. આત્માના શુદ્ધોપાગમાં જન્મ, જરા અને મૃત્યુના અપાયને ભાસ થતો. નથી. આત્માના શુદ્ધોપયોગમાં દુ:ખના પરિણામરૂપ અપાયની વેદના રહેતી નથી. આત્માના શુદ્ધોપાગમાં આત્મા તે જ પરમાત્મા છે. તેમાં કશે કંઈ જ્ઞાનભેદ વર્તતો નથી. વ્યવહાર ધર્મધ્યાનીઓ રાગદ્વેષરૂપ અપાયનું સ્વરૂપ વિચારે છે, દ્રવ્યકર્મ,. ભાવકર્મ અને કર્મરૂપ અપાયનું સ્વરૂપ વિચારે છે અને પશ્ચાત્ સર્વ કર્મના અપાયથી મુક્ત થવા શુદ્ધોપગરૂપ સમાધિમાં પ્રવેશ કરે છે. મારા ભકતોને ગૃહસ્થાવાસમાં અને ત્યાગા
For Private And Personal Use Only