________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૩૮૨
અધ્યાત્મ મહાવીર સત્ય શાન્તિને પ્રાપ્ત કરી શકતા નથી. શક્તિ. છતાં કેટલીક બાબતોમાં સહનતા રાખવી પડે છે અને અન્ય વિરોધીઓને યથાયોગ્ય શિક્ષા આપવી પડે છે. મારી પેઠે સહનતા સર્વ બાબતે માં સર્વ લોકોએ રાખવી એ કંઈ એકાંતિક નિયમ સર્વ લોકો માટે નથી. કેટલીક બાબતોમાં કેટલાકે ઉપસર્ગાદિકને સહવા અને પ્રસંગે સહન ન થતાં તેનાથી પિતાને બચાવ કરે. તે પોતાની મરજી અને સંયોગના અનુસાર જાણી લેવું. કેટલીક બાબતમાં જ્ઞાનીઓ કરે તેમ ન કરવું, પણ જ્ઞાનીઓ પિતાના કલ્યાણ માટે જે કહે તેમ કરવું.”
પ્રભુની સેવાભક્તિ કરીને સિદ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય બને દેહનો ત્યાગ કરીને દેવકમાં ગયા.
પ્રભુએ હરિદ્ર સન્નિવેશમાં હરિદ્ર વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનાવસ્થા ચિંતવી. તે વખતે વનમાં દાવાગ્નિ સળગ્યો હતો. તે પ્રભુના પાદ પાસે બળતો બળતો આવ્યો. તેથી ત્યાં ગોશાળે બેઠે હતો તે નાસી ગયે. પ્રભુને તેથી ઈજા થઈ નહીં. તે જોઈ અન્ય લોકો પ્રભુને સબોધથી તેમના ભક્ત થયા. શ્રી પાર્થ પ્રભુના શિષ્યને મેળાપ
પ્રભુએ સાવOીમાં દસમું ચોમાસું વર્ષા ઋતુ સંબંધી કર્યું. તે વખતે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના કેટલાક શિષ્ય ત્યાં પ્રભુના દર્શનાર્થે આવ્યા. પ્રભુએ તેઓને અધ્યાત્મ જ્ઞાનનું તથા તીર્થપ્રકાશનું પૂર્ણ રહસ્ય સમજાવ્યું. શ્રી પાર્શ્વનાથની પરંપરાના સૂરિઓ વગેરે શ્રી પાર્શ્વનાથના ઉપદેશથી જાણતા હતા કે પરમદેવ મહાવીર પ્રભુ હવે મારી પછી બસેં વર્ષ પહેલાં, પ્રગટવાના છે. તેઓએ સાવથી વગેરે સર્વ શહેરમાં એમ જાહેર કર્યું હતું. તેમને રૂબરૂમાં પ્રભુ મહાવીર દેવ મળ્યા તેથી તેઓ પરમાનંદને પામ્યા. પાર્શ્વનાથ પ્રભુના શિષ્યએ મહાવીરદેવના અનેક ચમત્કારો દીઠા. સર્વ વિશ્વને તેમણે
For Private And Personal Use Only