________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૮૧ પ્રભુ ત્યાંથી જિનપુર ગામમાં ગયા. જિનપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરની શિષ્ય પરંપરાથી શ્રાવકધર્મ પામેલ એ સિદ્ધાર્થ વણિક અને જૈનધમી એક ખરક નામને વઘ રહેતા હતા. પ્રભુએ સિદ્ધાર્થ વણિકના ઘેર પારણું કર્યું. સિદ્ધાર્થે પ્રભુના કાનમાં ખીલા મારેલા દીઠા તેથી તેણે અને ખરક વૈદ્ય બન્નેએ ભેગા થઈને પ્રભુના કર્ણમાંથી ખીલા કાવ્યા. તેઓ મનમાં ઘણે આનંદ પામ્યા. બન્નેએ પ્રભુને પૂછ્યું કે “હે પરમેશ્વર! આપે ગોપના હાથે કાનમાં ખીલા કેમ ઠેકાવા દીધા?”
પ્રભુને કહ્યું કે, “હે સિદ્ધાર્થ શ્રાવક તથા ખરક શ્રાવક! કાનમાં ખીલા ઠેકવાનું કાર્ય મેં જાણું જોઈને સહન કર્યું છે તેથી કંઈ પણ મને દુઃખ થયું નથી. મારા ભકતોએ શક્તિ છતાં સહીને (સહન કરીને) અન્ય પર તેવા ન થતાં તેઓએ ધમીપણાના આદભૂત થવું જોઈએ. પામર લોકોના કૃત્ય તરફ ન જેવું જોઈએ, પણ તેઓને જ્ઞાનથી ઉદ્ધાર કરે જોઈએ. તે માટે મેં વિશ્વના લોકોના હિત માટે કાનમાં ગોપે ખીલા માર્યા તે પણ તે કાર્ય સહ્યું. સહેવું અને સતાવવું એવું વિશ્વના લેકને શીખવવા મેં આ કૃત્ય સહ્યું છે અને ગેપ ઉપર આત્મપ્રેમ રાખવો એમ શીખવ્યું છે. જેનામાં વિશેષ શક્તિ હોય અને અલ્પ શક્તિવાળા તરફથી ઉપદ્રવ કે પરિષહ થાય તો તે સહીને તથા તેઓને ચાહીને તેનું શ્રેય કરવું. શક્તિ છતાં ક્ષમા અને સહનતા રાખવાથી વિશ્વનું ભલું કરી શકાય છે. બેલ્યા વિના સહવાથી મૌનપણે સર્વ વિશ્વને ઉપદેશ આપી શકાય છે.
અ૫ હાનિ અને બહુ લાભ થાય તેમ શક્તિ હોય ત્યારે સહનતા ધારવી જોઈએ. વીરનું ભૂષણ ક્ષમા છે. અલ્પ શક્તિવાળા પર બહુ શક્તિવાળાએ વૈરને બદલે લે એમાં કંઈ વિશેષ મહત્તા નથી. અજ્ઞાની અને મહી મનુષ્ય અપ બાબતથી ક્રોધ કરીને અન્ય મનુષ્યોને મારી નાખે છે. તેઓ
For Private And Personal Use Only