________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
અધ્યાત્મ મહાવીર
વસ્તીવાળા મેઢિક ગામની બહાર ઉદ્યાનમાં બેઠા હતા. ત્યાં એક ગેાવાળિયેા વૃષભેાને લાવ્યેા અને પ્રભુ પાસે બેસાડી વગડામાં ગયા. કાય કરીને તે પાછા ખળા લેવા આવ્યો, પણ ત્યાં બળદો નહેાતા. પાછા તે વનમાં શેાધવા ગયા. વૃષભે વનમાં ચરીને પાછલી રાત્રીએ પાછા પ્રભુની પાસે આવી બેઠા.
ગેાવાળિએ શેાધતા શેષતા પશ્ચાત ત્યાં આવ્યેા. તે મનમાં વિચારવા લાગ્યા કે આ પુરુષે મારા વૃષભેા કાં ગયા હતા તે જાણવા છતાં બતાવ્યા નહી. એવા વિચાર કરતાં તેના મનમાં ક્રોધ થયા. તેણે શાલ્મલી વૃક્ષનાં ડાળાં કાપીને તેના બે ખીલા બનાવ્યા. પ્રભુની પાસે આવીને તેણે એકક કાનમાં એકેક ખીલે માર્યાં અને પેાતે ખુશી થયા. ગેાપ તે એમ જાણતા હતા કે આ સામાન્ય મનુષ્ય છે. પ્રભુ તેના કૃત્યને જાણતા હતા, પણ પાતે તેનું કાર્ય થવા દીધું.
પ્રભુ અનંત શક્તિમાન છે. તે ધારે તેા ગેપના સંકલ્પમાત્રથી નાશ કરે. તેઓ એમ ધારતા હતા કે અજ્ઞાની મનુષ્યા અજ્ઞાનથી મને સાધારણ મનુષ્ય માને, તેપણ મારે એમને ઉદ્ધાર કરવા જોઈએ. એમનાં જ્ઞાનચક્ષુ ખીલશે એટલે તેઓ આપેાઆપ સમજશે, મને કાનમાં ખીલા માર્યો તેથી મને હરકત નથી, પણ અન્ય લેાકેાને આવી દશાએ પ્રાણ જાય. માટે આ લેાકેાને બેધ આપીને સુધારવા જોઈ એ.
પ્રભુએ ગેાપ પર ક્રોધ કર્યાં નહીં તેમ તેને કંઈ પણ કહ્યું નહીં. તેથી ગેાપ આશ્ચર્ય પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે કેમ આ પુરુષ દુ:ખની ચેષ્ટા કરતા નથી તેમ જ કંઈ પણ ખેલતા નથી ? કાનમાં ખીલા મારતાં કેમ નિષેધની પ્રવૃત્તિ કરી નહીં? પ્રભુ તેના સામે પ્રસન્ન વદને જોઈ રહ્યા. તેથી ગેાવાળિયાને મેં ખાટુ કમ કયુ. એવા વિચાર થયા અને તે ત્યાંથી ચાલ્યેા ગયા.
For Private And Personal Use Only