________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૭૮ રહેતો નથી. મનમાં રાગદ્વેષની વૃત્તિ પ્રગટે છે ત્યાં સુધી ગુરુ અને દેવના સેવક બનવું. આત્માને તાબે જ્યારે મન વતે છે ત્યારે આત્મા સ્વયં ગુરૂ, સ્વયં પ્રભુ અને સ્વયં સ્વયંનો મિત્ર બની રહે છે. આત્મા તે જ પરમાત્મા થાય છે, એ સત્ય સિદ્ધાંત સ્વીકાર.
આત્માઓ ત્રણે કાળમાં દાસ રહે છે એવી અજ્ઞાનીઓની માન્યતા છે. સર્વ જીવો પોતે પ્રભુ પરમાત્મા થતા નથી એવી અજ્ઞાનથી કલ્પાયેલી મેહભરેલી માન્યતાવાળાઓને સત્ય શિક્ષણ આપ. શિષ્યોને યોગ્ય લાગે તેટલું શિક્ષણ આપ, કે જે શિક્ષણ લેતાં તેઓ અત્યાનંદી બને. વાચિક જ્ઞાનથી શિષ્યના આત્માઓને વિકાસ થતો નથી. શ્રવણજ્ઞાન આપીને શિષ્યને આત્માનુભવ– જ્ઞાનના રસિયા બનાવવા જોઈએ. વૈખરીના શબ્દોના જ્ઞાનમાત્રથી શિષ્યોનો ઉદ્ધાર થતો નથી. શિષ્યોને યોગ્યતાએ પરાભાષાના ઊઠેલા અનુભવજ્ઞાનમાં મૂકવા જોઈએ. પરાનાં શાસ્ત્ર તે જીવતાં આત્મિક શાસ્ત્ર છે.
“વૈશ્યાયન ઋષિ! તમે અલ્પ વર્ષોમાં કેવળજ્ઞાન પામશે અને તમારા ઉત્તમ કોટિના શિષ્ય પણ મારી આજ્ઞા પ્રમાણે વર્તી, મારું ધ્યાન ધરી કેવળજ્ઞાન પામશે. તમે અને તમારા શિષ્યો દેના રચેલા સમવસરણમાં આવશે.'
પ્રભુએ આ પ્રમાણે ઉપદેશ દીધો. તેથી વૈશ્યાયનાદિ. ઋષિઓ, તેઓના શિષ્યો અને ગુરુકુલસ્થ બ્રહ્મચારીઓને અત્યંત આનંદ થયો. સર્વેએ પ્રભુને વાંદી–પૂજી પ્રભુનું શરણ સ્વીકાર્યું અને પ્રભુ પરમાત્મા મહાવીરને હૃદયમાં ધાર્યા. પ્રભુને દેખીને પ્રથમ તેઓની આંખમાં હર્ષનાં અશ્રુ આવ્યાં. પછી પ્રભુએ વિહાર કર્યો તેથી તેઓની આંખમાં અશ્રુ આવ્યાં. પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. ગોવાળિયાનો ઉપસર્ગ:
પ્રભુ પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ગોવાળિયાઓની.
For Private And Personal Use Only