________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
અધ્યાત્મ મહાવીર બેધથી મને સૂમ આત્મજ્ઞાન થયું છે. પ્રભો ! કૃપા કરીને મને જે કંઈ ઉપદેશ હોય તે ઉપદેશે.”
પ્રભુ મહાવીર : હે વેશ્યાયન ઋષિ ! સર્વ પ્રકારનાં સાધનના અધિકારીઓને જાણ, મર્યા પહેલાં મરતાં શીખ, દેહાતીત ભાવનાએ વર્ત અને દેહાતીત આચરણાએ વર્ત. “વૈશ્યાયન” એવું નામ અને શરીર વગેરેમાં વૈશ્યાયનપણું નથી, તેથી નામરૂપમાં થતા વૈશ્યાયનના અધ્યાસને મારીને જીવ. “વૈશ્યાયન” એવા નામમાં અને વૈશ્યાયન તરીકે કલ્પાયેલા રૂપમાં શુભપણું નથી તેમ જ અશુભપણું પણ નથી. એ જ રીતે “વિસ્યાયન
એવી બુદ્ધિ પ્રગટાવનાર મેહમાં સત્ય વૈશ્યાયનપણું નથી, એમ નિશ્ચય કરતાંની સાથે અને એ નિશ્ચય વર્તતાં કેવળજ્ઞાન પ્રગટે છે, એવી મારા ઉપદેશની શ્રદ્ધા ધારણ કરીને વર્ત.
આત્મા વસ્તુતઃ સક્રિય છે. પુદ્ગલસંબંધે પુગલની સક્રિયતાને આત્મામાં આરોપ ન કર. પુદ્ગલને પુદ્ગલ તરીકે જાણ. પુદ્ગલના નાશથી આત્માને નાશ થતો નથી, એ નિશ્ચય કરતાંની સાથે મુક્તિના અર્ધ માર્ગ સુધી ગમન થાય છે. આત્મામાં જન્મ અને મૃત્યુને આરોપ ન કર. શુદ્ધ નિશ્ચયપયોગે જેઓ આત્મામાં રમે છે તેઓ જન્મ-મૃત્યુને દેખતા નથી. શુદ્ધોપયોગે આત્માની અનંતતામાં રમણતા કર.
રમણતા તે જ શુદ્ધ રાગ અને શુદ્ધ પ્રેમ છે. તે જ શુદ્ધ ભક્તિ છે. પશ્ચાત્ શુદ્ધોપગરૂપ રમણતા થતાં તેમાં કોઈ જાતની અશુદ્ધતા રહેતી નથી. આત્મા જ શરીરરૂપ પુદ્ગલમાં જીવતો દેવ છે. તેની પ્રાપ્તિ માટે આત્માનો ઉપયોગ રાખ. સર્વ વૃત્તિઓથી ભિન્ન એવા આત્માને દેખ. તારા સર્વ શિષ્યોને આત્મા તે જ પરમાત્મા છે એમ શીખવ. સેવ્યસેવકભાવથી પ્રભુને ભજતાં ભજતાં આત્માને પ્રભુરૂપ અનુભવ.
“આત્મા જ પ્રભુરૂપ અનુભવાય છે ત્યારે સેવ્યસેવકભાવ
For Private And Personal Use Only