________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
ગોશાલક પ્રસંગ
વૈશ્યાયન : હે પરમેશ્વર! લાગ્ધશક્તિઓને કેવા મહાત્માઓ જીરવી શકે છે?
પ્રભુ મહાવીરઃ જેઓ અત્યંત સમભાવરૂપ આત્મસ્વભાવમાં પરિણમે છે, જેઓ જડ દશ્ય જગતમાં દ્રષ્ટા અને કૂટસ્થ રહે છે, જેઓ દ્રષ્ટા તરીકે તથા સાક્ષી તરીકે રહીને આત્માના વિશુદ્ધ પગે પરિણમે છે, તેઓ અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓમાં મમતારહિત રહે છે અને સર્વ પ્રકારની પૌગલિક લબ્ધિઓમાં રાગદ્વેષરહિતપણે વિચરે છે. પરમાર્થ માટે તેઓ લબ્ધિઓને અને સિદ્ધિઓનો ઉપયોગ કરે છે. પોતાના સાક્ષીભાવનો ઉપગ રાખીને તેઓ રહે છે. તેથી લબ્ધિઓ અને સિદ્ધિઓ તેમને હાજરાહજુર રહે છે. તેઓને અને મારો અભેદ વર્તે છે. તેથી તેઓ મારી પિઠે પ્રભુ બને છે.
બાહ્ય અને આધ્યાત્મિક શક્તિઓને બિલકુલ દુરુપયેગ નહીં કરનાર અને તે શક્તિઓથી પિતાને મહિમા નહીં ઇચ્છનાર મહાત્માઓ પરિપૂર્ણ સિદ્ધ બને છે. જ્ઞાની પૌગલિક શક્તિઓ, લબ્ધિઓ અને આત્મિક શક્તિઓ ફેરવવામાં સ્વતંત્ર છે. અને સાથે જ તે શક્તિઓ અને લબ્ધિઓ ફેરવવવામાં નિર્લેપી પણ હોય છે. જ્ઞાનને પુણ્ય અને પાપ લાગતાં નથી. જ્ઞાનીને બાહ્યમાં શુભાશુભ વૃત્તિ નથી. બાહ્યમાં તેને ધર્માધર્મબુદ્ધિ નથી, છતાં જગતના વ્યવહારે તે વર્તે છે. તે લબ્ધિઓને સાક્ષી અને દ્રષ્ટા રહે છે. તેના ઉપયોગમાં પણ તે સાક્ષી તરીકે રહે છે. મનના વ્યાપારની એવી ગ્રહણ અને ત્યાગની પ્રવૃત્તિમાં પિતે ગ્રહણ અને ત્યાગની બુદ્ધિ વિના મનની પ્રવૃત્તિને સાક્ષીભાવે–તટસ્થભાવે દેખતે વર્તે છે. તેથી તે લબ્ધિ અને સિદ્ધિઓને પચાવીને આગળનું પરમપ્રભુપદ પ્રાપ્ત કરે છે, એમ વૈશ્યાયન ઋષિ ! જાણુ.
વૈશ્યાયન: પરમેશ્વર પરબ્રા મહાવીરદેવ ! આપે કહેલા
For Private And Personal Use Only