________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उ७४
અધ્યાત્મ મહાવીર ગોશાળાના ઉપર મેં તેજલેશ્યા મૂકી અને આપે તેના ઉપર શીતલેશ્યા મૂકી. તે તે લેયા અને શીતલેશ્યાનું પ્રાકટય કેવી રીતે થાય છે તે કૃપા કરીને કહે.”
પ્રભુ મહાવીર : વિશ્યાયન ઋષિ! તે ગ્ય પ્રશ્ન પૂછે છે. તેજલેશ્યા અને શીતલેશ્યા બને તપથી પ્રગટે છે. તેને લેશ્યામાં ઉણ પુદગલો છે અને શીતલેશ્યામાં શીત પુદગલે છે. તેજલેશ્યાથી અન્યનો ઘાત થાય છે અને શીતલેશ્યાથી અન્યને બચાવ થાય છે. ક્રોધ વડે તેજલેશ્યાના પુદગલોને બહાર કાઢવામાં આવે છે અને અત્યંત શુદ્ધ દયાના પરિણામે શીતલેશ્યાના પુદ્ગલસ્ક ધોને બહાર કાઢવામાં આવે છે. સામાન્ય તપથી તેજલેશ્યાની શક્તિ પ્રગટે છે અને અત્યંત દયામય તપથી શીતલેશ્યાની લબ્ધિશક્તિ પ્રગટે છે. તે જેલેશ્યાને ફેરવવાથી પુણ્ય અને પાપ તથા બંધ અને નિર્જરા થાય છે. શીતલેશ્યાને પરમાથે ઉપયોગ થાય છે તે તેથી પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને કર્મની અત્યંત નિર્જરા થાય છે. શીતલેશ્યા ફેરવવામાં અત્યંત દયારૂપ શુદ્ધ રાગપરિણામ કારણભૂત છે. ઋષિમુનિઓને તે જેલેસ્યા અને શીતલેમ્યા પ્રગટે છે. મન છે ત્યાં સુધી તેલેસ્યા અને શીતલેસ્યા છે. ભાવ મનના નાશની સાથે બન્નેને અભાવ થાય છે.
ગોશાલક: હે દેવ! કૃપા કરીને તે લેશ્યા પ્રગટવાનું કારણ કહેશો.
પ્રભુ મહાવીર : જે તપસ્વીઓ છ છ માસનું તપ કરે છે અને પારણાના દિવસે અડદના બાકુલા મૂઠીભર વાપરીને ઉપર છઠુંનું તપ કરે છે તથા છઠ્ઠના પારણે મૂઠીભર અડદના બાકુલા વાપરીને પાછું છઠ્ઠનું તપ કરે છે–એમ છ છ માસનું તપ કરતાં તથા તેને લેશ્યાનો સંક૯૫ કરતાં તે જે લેશ્યા પ્રગટે છે. આત્મધ્યાન અને અનંત દયાના પરિણામથી શીતલેશ્યા પ્રગટે છે.
For Private And Personal Use Only