________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગશાલક પ્રસંગ
૩૭પ પેલી પાર અનંત તિમય આત્મા છે. ત્યાં તું અને હું એ ભાવ નથી. ત્યાં શુદ્ધ જ્ઞાનભાવ છે. એવી જ્ઞાનભાવની મસ્તીમાં રમનારા ઋષિમુનિઓ છે. તે ગોશાળા જેવાનાં વાક્યોની મશ્કરીની દયા ખાય છે. તેના પર તે દ્વેષવૃત્તિ પ્રગટાવતા નથી અને તપથી પ્રગટેલી લબ્ધિઓને તેઓના વિનાશાર્થે દુરુપયોગ કરતા નથી.
કૂતરાનું બચ્ચે હાથીને ભસે તેથી હાથીને જેમ કંઈ લાગતું નથી, તેમ ઉચ્ચ પ્રભુપદની નજીકની દશાએ પહોંચેલા ઋષિઓને ગોશાળા જેવાનાં વાક્યો શ્રવણ કરવાની વૃત્તિ પણ પ્રગટતી નથી.
“હે ઋષિ ! હવે તમે પૂર્ણ પશ્ચાત્તાપને પામ્યા છો. તમે ગોશાલકને ખમાવો. પછી જ તમે તમારી શક્તિઓને પુનઃ પ્રાપ્ત કરી શકશો અને પરમાત્મપદ પામશો. ગોશાલક અજ્ઞાની છે. તેથી તે નિયતિવાદને કદાગ્રહ મૂકી શકનાર નથી. તમે જ્ઞાની છે. જ્ઞાની પિતાની ભૂલ જાણે છે અને તે ઉત્કૃષ્ટગે એક ક્ષણમાં કેવળજ્ઞાન પામે છે. જ્ઞાનીને કોધ થાય છે, પણ તેથી તે પશ્ચાત્તાપ કરીને ક્રોધનો સર્વથા નાશ કરે છે
“હે અષિ! તમે આત્માના ઉપયોગમાં રહો. આત્માને ઉપયોગ તે જ તપ અને તે જ સત્યધર્મ છે. તેને ઘરમાં અને વનમાં નિલે પપણું છે. આત્માપયેગી સર્વ કર્મો અને પ્રવૃત્તિઓમાં નિર્લેપ રહે છે. કોધાદિક કષાયે એ જ હિંસક પશુઓ છે. તેનાથી તે ભય પામતો નથી.”
- પ્રભુનાં એવાં અમૃત વચનેનું શ્રવણ કરીને વૈશ્યાયન ઋષિ આત્મશાંતિને પામ્યા. તેમણે ગોશાલક પાસે માફી માગી અને પિતે શુદ્ધ થઈ આત્મતેજ અને આત્મશક્તિઓથી પ્રકાશિત થયા. તેજલેશ્યા અને શીતલેશ્યા :
વૈશ્યાયન: હે ભગવન્! આપને વંદી પૂછ પૂછું છું કે
For Private And Personal Use Only