________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અધ્યાત્મ મહાવીર વર્તવું એ જ પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ છે.
‘ક્રોધથી શક્તિઓને અજમાવવી એ જ પિતાની અશક્તિ છે. નામરૂપમાં અહંવૃત્તિ રહી હોય છે તે જ ક્રોધ પ્રગટે છે. કોધ, માન, માયા, લોભ અને કામના તાબે થવું તે આત્માની નબળાઈ છે. કોધથી તપી જવું અને તેજેશ્યા મૂકવા પ્રવૃત્તિ કરવી તે દુષ્ટ મનોબળ અર્થાત્ પશુબળ છે. મન એ જ પશુ છે. તેને તાબે કરે એ જ પશુપતિ છે. પણ મને બળને દુર્થય કરવાથી તથા મનની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી પશુપતિપદ પ્રાપ્ત થતું નથી. તમે શરીર નથી, જટા નથી. જે જે ગોશાળે કહ્યું તે તમે નથી. જે જે ગોશાલકે કહ્યું તેમાં જ્ઞાનીને શુભ અગર અશુભ કંઈ લાગતું નથી.
ગશાલકના અશુભ શબ્દોમાં અપ્રિયતા માની લેવી તે મેહ છે. આત્મા સર્વ પ્રકારના શરીરથી ભિન્ન છે. કેશથી તે ભિન્ન છે. તે ગૃહસ્થ પણ નથી અને ત્યાગી પણ નથી. જે દેખાય છે. તેમાં આત્માનો આરોપ કરવાથી મેહ પ્રગટે છે. મેહથી જડ. વસ્તુઓમાં હું,પણાની બુદ્ધિ પ્રકટે છે. આત્મા પિતાના
સ્વરૂપનો ઉપયેગી રહે છે ત્યારે તેની પાસે મેહ આવતો નથી. આત્માને આત્મા ભૂલે છે ત્યારે સંસાર છે. તમારા મનમાં બાહ્ય વસ્તુઓની શુભાશુભ વૃત્તિ હતી તેથી તમને તે કધાયમાન કરી શક્યો.
આત્મજ્ઞાનના ઉપયોગથી જે ચૂકે છે તે પ્રકાશ મૂકીને અંધકારમાં પ્રવેશ કરે છે. શરીર વગેરેની નિંદા કરવાથી આત્માની નિંદા થઈ શકતી નથી. શરીર, મન, વાણી અને છાકિ બુદ્ધિની પેલી પાર તમે અનંત તિમય છો. તે અનંત તિમય આત્માની સાથે વિશ્વના સર્વ જીવોને એક શુદ્ધ સંબંધ છે. તે જ્યોતિ એ જ તમે છે. પાંચે ઈન્દ્રિયે-- ના વિષયની પેલી પાર આત્મા છે. મનના સંકલ્પ-વિકલ્પની.
For Private And Personal Use Only