________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
ગોશાલક પ્રસંગ મહાવીરમય દીઠું. તેમણે પરમાત્મા મહાવીરદેવની સેવાભક્તિ કરી, તેમનું ધ્યાન કર્યું અને જીવન્મુકત થયા. ખીરને ઉપસર્ગ:
પ્રભુ મહાવીરદેવ એક વખત બાલ ગ્રામના ઉદ્યાનમાં વિરાજ્યા હતા. તે વખતે પ્રભુ મહાવીરદેવનું ઈશ્વરપણું તપાસવા ગોવાળોએ પ્રભુના બે પગ વચ્ચે અગ્નિ સળગાવી ખીર રાંધી. પ્રભુ મૌન રહ્યા હતા. પ્રભુને અગ્નિ ઉપદ્રવ કરી શક્યો નહીં તેવું દેખી ગોવાળિયાઓએ પ્રભુને ખમાવ્યા. પ્રભુએ તેઓને આત્મજ્ઞાન આપ્યું. પ્રભુના તેઓ ભકત બન્યા.
પ્રભુ વજભૂમિમાં વિહાર કરતા કરતા પાદ્યાનમાં ગયા. ત્યાં ઘણા જબરા નાગ રહેતા હતા. તે સર્પો પ્રભુને પ્રભુ તરીકે જાણવાને સમર્થ નહોતા. સર્પના બિલ પાસે પ્રભુ મૌન ધરી રહ્યા હતા. સર્પો પ્રભુને દેખી શાંત થયા અને પ્રભુના શરીર પર પોતાની ફણાઓનું છત્ર ધર્યું. ગૌતમ બુદ્ધ
પ્રભુને ગંગા નદીના કાંઠે ચંદનપુર પાસે શુદ્ધોદન રાજા અને માયાદેવીના પુત્ર ગૌતમ બુદ્ધકુમાર ત્યાગી મળ્યા. બુદ્ધકુમારે પ્રભુ મહાવીર દેવને વંદન-નમન કર્યું. બુદ્ધના પૂછવાથી પ્રભુ મહાવીરદેવે તેમને ત્યાગ, ઉપકાર અને સંસારની અનિ. ત્યતાનું સ્વરૂપ સમજાવ્યું. તેથી ગૌતમ બુદ્ધ ત્રણ તત્ત્વને અંગીકાર કરવા લાગ્યા, પણ પ્રભુ મહાવીરદેવ પરમેશ્વર છે એવું જાણી શક્યા નહીં. પ્રભુએ પણ તેમને પિતાનું પરમેશ્વરપણું જણાવ્યું નહીં. ગૌતમ બુદ્ધને તપ પર સારે ભાવ દેખી પ્રભુએ તેમને આત્મજ્ઞાન તરફ ભાવ રાખવા જણાવ્યું. પ્રભુ મહાવીરદેવ પર ગૌતમ બુદ્ધને પૂજ્યભાવ થયે, પણ તેમનું શરણ પામવાના તે અધિકારી મહેતા અને બીજી રીતે તેઓ વર્તવાના હતા એટલે પ્રભુએ તેમના તરફ લક્ષ આપ્યું નહીં.
For Private And Personal Use Only