________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
અધ્યાત્મ મહાવીર નિયતિવાદમાં દઢ થયું હતું, તેથી પ્રભુને ઉપદેશ તેને લાગે નહીં. આત્મજ્ઞાનની જેને જિજ્ઞાસા છે તેને ઉપદેશની અસર થાય છે. અગ્યને ઉપદેશની અસર થતી નથી.
પ્રભુએ કૂર્મગ્રામના ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. તેઓ ત્યાં 'વિશ્વના સર્વ જીવેની દશાને અવક્તા હતા. ત્યાં ઉદ્યાનમાં વશ્યાયન ઋષિ તપ કરતા હતા. તેમની કેશજટા બહુ વધી. હતી. શાલકે વશ્યાયન ઋષિની મશ્કરી કરી અને કહ્યું કે, “તું તે મૂકા(જ)નું શય્યાતર છે. આટલી બધી લંબી જટા વધારીને યૂકાઓને કેમ ઉત્પન્ન કરે છે?” વશ્યાયને તે સાંભળીને કહ્યું, “અરે અધમ ! તું કેમ આવું ઉદ્ધત બેલે છે? તું
દુષ્ટ છે. મહાત્માની મશ્કરી ન કર. તારા માર્ગે ચાલ્યા જા.” વિશ્યાયન ઋષિએ શાલકને ધમકાવ્યા ત્યારે શાલક કહેવા લાગ્યું કે, “અરે અજ્ઞાની ઋષિ તારી અજ્ઞાનદશાને ધિકકારા છે. જટા વધારવાથી શું તને મુક્તિ મળવાની છે. દંભને ત્યાગ કર, ઋષિપણાને ઘમંડ ન કર.”
ગોશાળાએ વશ્યાયન ઋષિને ઘણું ચીડવ્યા તેથી મહાત્મા વૈશ્યાયન મુનિને કેપ થયો અને તેથી તેમણે ગાશાલક ઉપર તે જેલેશ્યા મૂકી. ચારે તરફ સર્પની જિહવા જેવી અને વીજળી સમાન ભયંકર અગ્નિ સરખી વાલાઓ પ્રગટવા લાગી. ગોશાળાની ચારે તરફ વીજળીના પ્રકાશ જેવી જવાલાઓ પ્રસરવા લાગી. મેંશાળી અત્યંત ભય પામ્યા અને મુખથી મેટી બૂમ પાડી કહેવા લાગ્યો કે, “પ્રભે મહાવીર દેવ! મને બચાવે. મહાવીર પ્રભુ ! બચાવો..મહાવીર પ્રભુ ! બચાવે.” એમ બૂમ પાડી તેથી પ્રભુએ દયા લાવી તેજલેશ્યા પર શીતલેશ્યા મૂકી. તેથી મેઘની વૃષ્ટિથી દાવાનલ જેમ શમી જાય છે. તેમ શીતલેશ્યાના પ્રભાવે તેજલેશ્યા શમી ગઈ. વૈશ્યાયનને પશ્ચાત્તાપ અને તેને સબોધઃ
વિશ્યાયન મુનિએ પિતાની પાછળની બાજુ દેખ્યું તો બાગમાં
For Private And Personal Use Only